Not Set/ રાજકોટમાં 24 કલાકમાં વધુ 4 દર્દીઓના કોરોનામાં મોત : કુલ પોઝિટિવ કેસો 10,199

કોરોનાના કેસ દેશભરમાં વધી રહ્યા છે ત્યારે રાજ્યના ચાર મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યા છે બીજી તરફ રાજકોટના ડેપ્યુટી કમિશનર દ્વારા કોરોના રિપોર્ટનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે.

Gujarat Rajkot Breaking News
asdq 125 રાજકોટમાં 24 કલાકમાં વધુ 4 દર્દીઓના કોરોનામાં મોત : કુલ પોઝિટિવ કેસો 10,199

કોરોનાના કેસ દેશભરમાં વધી રહ્યા છે ત્યારે રાજ્યના ચાર મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યા છે બીજી તરફ રાજકોટના ડેપ્યુટી કમિશનર દ્વારા કોરોના રિપોર્ટનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે.

ગઈકાલે રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10,199 પર પહોંચ્યો ત્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 693 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. રાજકોટમાં રવિવારે 79 દર્દી કોરોના મુક્ત થતા ડીસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં કોરોનાના કેસ વધે નહીં તે માટે આરોગ્ય તંત્ર સતર્કતા સાથે કામગીરી કરી રહ્યું છે.

રાજકોટના ડેપ્યુટી કમિશનર નંદાણીએ જણાવેલ આ આંકડા પ્રમાણે રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 15092 પર પહોંચી ચૂકી છે.

ગ્રામ્ય વિસ્તારમાં 330 દર્દીઓ સારવાર હેઠળ છે રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રવિવારે કોરોનાની સારવાર દરમિયાન 4 દર્દીઓના મોત નિપજ્યા છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….