Gandhinagar News: રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ 2018 થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં 4115 બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
મંત્રી રાજપૂતે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં બિનખેતી-NA માટે કુલ 9632 અરજીઓ આવી હતી જે પૈકી ગાંધીનગર તાલુકાની 2334, દહેગામ તાલુકાની 344 , કલોલની 1159 તેમજ માણસા તાલુકામાં 278 એમ કુલ 4115 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ સિવાયની અરજીઓ પૂરતા પ્રમાણમાં જરૂરી પુરાવા-કાગળો ન હોવાથી દફતરે કરવામાં આવી છે તેમ, મંત્રી રાજપૂતે ઉમેર્યું હતું.
આ પણ વાંચો:રાજ્યભરમાં બિન ખેતીની જમીનને N.A કરવાની પ્રક્રિયા થશે ઓનલાઈન : CM રુપાણી
આ પણ વાંચો:રાજ્યમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ, ખેતીલાયક જમીનને બિનખેતીલાયક બતાવી કરવામાં આવે છે જમીનનું વેચાણ
