Not Set/ મુંબઈમાં કોરોનાના 415 નવા કેસ, આ દેશોમાંથી આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત

મહારાષ્ટમાં કોરોના મુક્ત થનારા દર્દીઓની સંખ્યા 62,77,230  છે.  જ્રયારે કોવિડ -19 ની સારવાર લઇ રહ્યા હોય એવા દર્દીઓની સંખ્યા વધીને 51,078 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો રિકવરી રેટ 97.03 ટકા થયો છે.

Top Stories
coro મુંબઈમાં કોરોનાના 415 નવા કેસ, આ દેશોમાંથી આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત

આજે મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના 4456 નવા કેસો આવવાથી રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણની કુલ સંખ્યા વધીને 64,69,332 પર પહોંચી જ્યારે કુલ મૃત્યુઆંક 1,37,496 જેટલો છે.પર પહોંચી ગયો છે.  મુંબઈમાં કોરોનાના 415 નવા કેસ નોંધાયા છે. કોવિડનો નવો વાયરસ  સામે આવ્યા બાદ ઘણા દેશોમાંથી મુંબઈ એરપોર્ટ પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી છે.

બીએમસીના જણાવ્યા અનુસાર, કોવિડ -19 ના નવો વાયરસ મળ્યા બાદ યુકે, યુરોપ, મધ્ય પૂર્વ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વેથી મુંબઈ એરપોર્ટ પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે આરટી. પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન 4456 નવા કેસ નોંધાયા છે અને કોવિડ -19 ના 4430 દર્દીઓ સંક્રમણથી મુક્ત છે.

મહારાષ્ટમાં કોરોના મુક્ત થનારા દર્દીઓની સંખ્યા 62,77,230  છે.  જ્રયારે કોવિડ -19 ની સારવાર લઇ રહ્યા હોય એવા દર્દીઓની સંખ્યા વધીને 51,078 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો રિકવરી રેટ 97.03 ટકા થ છે. જ્યારે મૃત્યુ દર 2.12 ટકા  છેલ્લા 24 કલાક દરમિયાન માલેગાંવ, ધુલે અને નાંદેડના મ્યુનિસિપલ વિસ્તારોમાં ધુલે, જાલના, હિંગોલી અને વાશિમ જિલ્લાના ગ્રામીણ વિસ્તારો સિવાય કોરોનાનો એક પણ નવા કેસ નોંધાયા નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના અહમદનગર જિલ્લામાં 653 નવા કેસ નોંધાયા છે જ્યારે પુણેમાં 608 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન, પુણે શહેરમાં કોવિડ -19થી મૃત્યુ થનારાની સંખ્યા છે. રાજધાની મુંબઈમાં કોરોના વાયરસના નવા 415  કેસ નોંધાયા છે જ્યારે ચાર દર્દીઓના મોત થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ -19 ના 1,78,004 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોવિડ -19 ના 5,41,54,890 ટેસ્ટ કરવામાં આવ્યા છે.