પંજાબ/ 424 VIPની સુરક્ષા હટાવી, AAP સરકારનો મોટો નિર્ણય

AAP સરકારે 424 VIPની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. જે VIP લોકોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે તેમાં ઘણા નિવૃત્ત અધિકારીઓ અને પૂર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે

Top Stories India
પંજાબ

AAP સરકારે 424 VIPની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. જે VIP લોકોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે તેમાં ઘણા નિવૃત્ત અધિકારીઓ અને પૂર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા પાછી ખેંચતા પહેલા પંજાબની નવી સરકારે આ મુદ્દે એક સમીક્ષા બેઠક કરી હતી. જેમાં 424 લોકોને સુરક્ષાની જરૂર છે કે, કેમ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક બાદ રાજ્ય સરકારે સુરક્ષામાં ઘટાડો કરવાના આદેશ જારી કર્યા છે. સુરક્ષા પાછી ખેંચવાનું એક કારણ એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે પંજાબ પોલીસમાં પહેલાથી જ સ્ટાફની ભારે અછત છે. આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સામાન્ય સ્થળોએ સુરક્ષા કર્મચારીઓની અછતને પહોંચી વળવું મુશ્કેલ બની રહ્યું છે.

જણાવી દઈએ કે, આ પહેલા એપ્રિલમાં પંજાબ સરકારે પૂર્વ મંત્રીઓ અને પૂર્વ ધારાસભ્યો અને અન્ય નેતાઓ સહિત 184 લોકોની સુરક્ષા પાછી ખેંચી લેવાનો આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, કેપ્ટન અમરિંદર સિંહના પુત્ર રણિંદર સિંહ અને કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ સિંહ બાજવારેની પત્નીના પરિવારની સુરક્ષા ગયા મહિને પાછી ખેંચી લેવામાં આવી છે.

આ પણ વાંચો:રાજ્યમાં જાહેર થયેલ નવી “ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-૨૦૨૨” વિશે તમે આ બાબતો જાણો છો કે નહિ?