Not Set/ 5 કેમેરા અને દમદાર બેટરી સાથે Realme 6s લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ

Realme એ પોતાનો વધુ એક બજેટ સ્માર્ટફોન Realme 6s લોન્ચ કર્યો છે. કંપની દ્વારા આ વર્ષે લોન્ચ કરવામાં આવેલા Realme 6 અને રીઅલમે 6 Pro નો આ ડાઉનગ્રેડે વેરિઅન્ટ છે. તેની શરૂઆત યુરોપમાં કરવામાં આવી છે. ફોનનો લુક અને ડિઝાઇન Realme 6 ની જેમ જ આપવામાં આવી છે. તેને પંચ-હોલ ડિસ્પ્લે અને ક્વાડ રીઅર કેમેરા […]

Tech & Auto
3957bb55d8640ff083a5f4c0fd6a8864 5 કેમેરા અને દમદાર બેટરી સાથે Realme 6s લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ

Realme એ પોતાનો વધુ એક બજેટ સ્માર્ટફોન Realme 6s લોન્ચ કર્યો છે. કંપની દ્વારા આ વર્ષે લોન્ચ કરવામાં આવેલા Realme 6 અને રીઅલમે 6 Pro નો આ ડાઉનગ્રેડે વેરિઅન્ટ છે. તેની શરૂઆત યુરોપમાં કરવામાં આવી છે. ફોનનો લુક અને ડિઝાઇન Realme 6 ની જેમ જ આપવામાં આવી છે. તેને પંચ-હોલ ડિસ્પ્લે અને ક્વાડ રીઅર કેમેરા સેટ-અપ સાથે પણ રજૂ કરવામાં આવેલ છે. આ સ્માર્ટફોન Realme X 3 SuperZoom સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તેનો સેલ 2 જૂનથી યુરોપિયન દેશોમાં યોજાશે. આ ફોન MediaTek Helio G90T SoC સાથે આવે છે.

92126e8e170efcb1a224ae5304bf945e 5 કેમેરા અને દમદાર બેટરી સાથે Realme 6s લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ

Realme 6s બે રંગીન વિકલ્પો એક્લિપ્સ બ્લેક અને લ્યૂનર વ્હાઇટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તે ફક્ત એક જ સ્ટોરેજ ઓપ્શન 4 GB રેમ + 64 GBમાં આપવામાં આવે છે, જેની કિંમત આશરે 16,500 રૂપિયા છે. ફોન હાલમાં પ્રી ઓર્ડર માટે ઉપલબ્ધ કરાયો છે. તેને 2 જૂનથી વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સ્માર્ટફોન Realme 6 સિરીઝનાં અન્ય બંને સ્માર્ટફોનની જેમ 90Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે પેનલ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

9c52013dbe8c611485bace1e16720835 5 કેમેરા અને દમદાર બેટરી સાથે Realme 6s લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ

Realme 6S નાં ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.5 ઇંચની ફુલ એચડી પ્લસ એલસીડી પંચ-હોલ ડિસ્પ્લે પેનલ છે. ફોનનાં ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 1,080 x 2,400 પિક્સેલ્સ આપવામાં આવ્યું છે. ફોનનાં ડિસ્પ્લેની સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ આપવામાં આવ્યો છે. પંચ-હોલ ડિસ્પ્લે પેનલ હોવાને કારણે, યૂઝર્સને ફૂલ વ્યૂ ડિસ્પ્લેનો અનુભવ મળે છે. તેની સ્ક્રીન ટુ બોડી રેશિયો 90.5 ટકા આપવામાં આવેલ છે. ફોન MediaTek Helio G90T ગેમિંગ પ્રોસેસર પર ચાલે છે. સુરક્ષા માટે ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવેલ છે.

6207fe575e6fbb9e3601291facfc8823 5 કેમેરા અને દમદાર બેટરી સાથે Realme 6s લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ

ફોનનાં કેમેરા ફીચર્સની વાત કરીએ તો તેની પાછળનાં ભાગમાં ક્વાડ રીઅર કેમેરા સેટ-અપ પણ આપવામાં આવ્યો છે. તેનો પ્રાઇમરી સેન્સરને 48 એમપી આપવામાં આવ્યો છે. આ સિવાય ફોનમાં 8 એમપીનો અલ્ટ્રા વાઈડ સેન્સર f/2.3 અપર્ચર અને 119 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ આપવામાં આવેલ છે. ફોનમાં 2 એમપી મેક્રો અને 2 એમપી મોનોક્રોમ સેન્સર આપવામાં આવેલ છે. ફોનને પાવર આપવા માટે 4,300 mAh ની બેટરી 30W ફાસ્ટ ચાર્જિંગ ફીચર સાથે આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઇડ 10 પર આધારિત Realme UI પર રન કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં USB Type C  ફીચર આપવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.