Not Set/ 5 જજોની પેનલ નક્કી કરશે, ગંભીર પ્રકારનો ગુનેગાર ચૂંટણી લડી શકે કે નહી?

નવી દિલ્હી: ચૂંટણીમાં જેના પર ગંભીર આરોપ છે તેને ચૂંટણી લડવાથી રોકવામાં આવે, જેની અરજી પિટીશન પર સુપ્રીમ કોર્ટ જલ્દી સુનવણી માટે તૈયાર થયું છે. કોર્ટે 5 જજોની સ્પેશ્યલ બેંચ બનાવી છે. ઉલ્લેખનિય છે કે 5 રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખતા કોર્ટ કોઈ મુખ્ય નિર્ણય સંભળાવે. સુપ્રીમ કોર્ટ હિંદુત્વના મુદ્દે થયેલી પિટીશન પર સોમવારે સુનવણી હાથ […]

Uncategorized
03 5 જજોની પેનલ નક્કી કરશે, ગંભીર પ્રકારનો ગુનેગાર ચૂંટણી લડી શકે કે નહી?

નવી દિલ્હી: ચૂંટણીમાં જેના પર ગંભીર આરોપ છે તેને ચૂંટણી લડવાથી રોકવામાં આવે, જેની અરજી પિટીશન પર સુપ્રીમ કોર્ટ જલ્દી સુનવણી માટે તૈયાર થયું છે. કોર્ટે 5 જજોની સ્પેશ્યલ બેંચ બનાવી છે. ઉલ્લેખનિય છે કે 5 રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખતા કોર્ટ કોઈ મુખ્ય નિર્ણય સંભળાવે.

સુપ્રીમ કોર્ટ હિંદુત્વના મુદ્દે થયેલી પિટીશન પર સોમવારે સુનવણી હાથ ધરતા કહ્યું ધર્મ, જાતિ અને સંપ્રદાયના નામ પર નેતાઓ મત ન માંગી શકે. ચૂંટણી એક સેક્યૂલર પ્રક્રિયા છે તેનું પાલન કરવું જોઈએ.

કોર્ટે એમ પણ કહ્યું કે મનુષ્ય અને ભગવાન વચ્ચે સંબંધ પોતાની પસંદગીનો મામલો છે. સરકારે  તેનાથી પોતાને દૂર રાખવી જોઈએ.   હિંદુત્વના મામલે કરવામાં આવેલી પિટીશન પર પૂર્વ ચીફ જસ્ટીસ ટીએસ ઠાકુરની આગેવાનીમાં જસ્ટીસ એમબી લોકુર, જસ્ટીસ એનએલ રાવ, જસ્ટીસ એકે ગોયલ અને જસ્ટીસ ડીવાઈ ચંદ્રચૂડ સહિત 4 જજોએ ધર્મ, ભાષા, સંપ્રદાય અને જાતિના નામ પર મત માંગવાને કરપ્ટ માન્યુ હતું.

જસ્ટીસ ટીએસ ઠાકુર, જસ્ટીસ મદન બી લોકુર, એલ નાગેશ્વર રાવ અને એસએ બોબડે આ નિર્ણય પર રાજી હતા. જ્યારે બેંચના ત્રણ જજ જસ્ટીસ યૂયૂ લલિત, જસ્ટીસ આદર્શ ગોયલ અને જસ્ટીસ ડીવાઈ ચંદ્રચૂડ તેના વિરોધમાં હતા.

આગામી બે માસમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ચૂંટણી છે. ત્યાં સીધી રીતે તેની અસર પડશે.

કોઈપણ ચૂંટણીમાં હવે કોઈ નેતા, ઉમેદવાર અથવા એજંટ ધર્મ, જાતિ અથવા સંપ્રદાયને લઈને મત નહી માંગી શકે