Madhya Pradesh/ મધ્યપ્રદેશમાં 5 લાખ લોકોને મળશે ઘર, PM મોદી ‘ગૃહપ્રવેશ’માં ભાગ લેશે

મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ હેઠળ, 5.21 લાભાર્થીઓને મંગળવારે ઘરમાં પ્રવેશવાની તક મળશે. ‘ગૃહપ્રવેશ’ નામથી આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે.

Top Stories India
modi

મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ હેઠળ, 5.21 લાભાર્થીઓને મંગળવારે ઘરમાં પ્રવેશવાની તક મળશે. ‘ગૃહપ્રવેશ’ નામથી આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે. આ પ્રસંગે તેઓ એકઠા થયેલા લોકોને સંબોધશે.

પીએમઓ દ્વારા મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીના સતત પ્રયાસોને કારણે શક્ય બન્યું છે કે પાંચ લાખથી વધુ લોકોને પાકું ઘર આપવામાં આવશે જેમાં તમામ મૂળભૂત જરૂરિયાતો ઉપલબ્ધ હશે. આ અવસર પર મધ્યપ્રદેશના આ નવા ઘરોમાં પરંપરાગત ઉત્સવનો માહોલ જોવા મળશે. ક્યાંક દીવા પ્રગટાવવામાં આવશે તો ક્યાંક રંગોળીનો શણગાર કરવામાં આવશે.

પીએમઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે પીએમએવાય-જી હેઠળ મધ્યપ્રદેશને સશક્ત બનાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. મહિલાઓને ઘર બનાવવાની તાલીમ પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ફ્લાય એશ ઈંટોનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવામાં આવી રહ્યું છે અને આ માટે મહિલાઓના સ્વ-સહાય જૂથો તૈયાર કરવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ગામના ભાઈ-બહેનો માટે એક નવી સવાર આવવાની છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 5.21 લોકોને ઘરમાં પ્રવેશ મળશે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના લેહ વિસ્તારમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધાઈ

આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલે સમજાવ્યું હિંદુત્વ શું છે; યુપીમાં ભાજપની જીતનું કારણ જણાવો, ‘પ્લાન-24’નો પણ ખુલાસો