Not Set/ રાજકોટ સિવિલ હોસ્પિટલનાં 50 કર્મચારીઓ કોરોના સંક્રમિત

રાજકોટ સિવિલ હોસ્પિટલનાં અંદાજે 50 જેટલા કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ આ વાયરસની ઝપટમાં આવતા તંત્ર દોડતુ થઇ ગયુ છે.

Top Stories Rajkot Gujarat
રાજકોટ સિવિલ કર્મી સંક્રમિત
  • રાજકોટ સિવિલ હોસ્પિ.ના 50 કર્મીઓને કોરોના
  • અત્યાર સુધીમાં 50 જેટલા કર્મીઓ થયા કોરોના સંક્રમિત
  • નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીઓ થયા કોરોના સંક્રમિત
  • તબીબો સહિત 50 કર્મીઓ કોરોના સંક્રમિત થયા
  • હોમ આઇસોલેશનમાં લઇ રહ્યા છે સારવાર

રાજ્યમાં સતત કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આ સંકટનાં સમયે કોરોનાની ઝપટમાં આવી રહેલા દર્દીઓની સારવાર કરતા મેડિકલ કર્મચારીઓ પણ હવે આ વાયરસથી બચી શક્યા નથી. જી હા, અમે અહી મેડિકલ કર્મચારીઓ કે જેઓ મોટી સંખ્યામાં સંક્રમિત થઇ રહ્યા છે તેનો ઉલ્લેખ કરી રહ્યા છે.

આ પણ વાંચો – ઉદ્વઘાટન / PM મોદીએ સુભાષ ચંદ્ર બોઝને 125મી જન્મજયંતિ પર શ્રદ્વાંજલિ અર્પણ કરી, ઇન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમાનું ઉદ્વઘાટન કરશે

આપને જણાવી દઇએ કે, રાજકોટ સિવિલ હોસ્પિટલનાં અંદાજે 50 જેટલા કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ આ વાયરસની ઝપટમાં આવતા તંત્ર દોડતુ થઇ ગયુ છે. હોસ્પિટલમાં તબીબો સહિત 50 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જો કે તેઓ હોમ આઈસોલેશનમાં પૂરી સારવાર લઇ રહ્યા છે. જણાવી દઇએ કે, રાજકોટ સહિત સમગ્ર દેશમાં મહામારીની સુનામી આવી હોય તેમ કોરોનાની પહેલી અને બીજી લહેરનાં કોરોના સંક્રમણનો ત્રીજી લહેરે રેકોર્ડ તોડી નાખ્યો છે ત્યારે સૌરાષ્ટ્રનાં હબ ગણાતા રાજકોટમાં કોરોનાએ હરણફાળ ભરી હોય તેમ દરરોજ પોઝિટિવ કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ રિપોર્ટમાં બે દિવસનું લાંબુ વેઈટિંગ કરવું પડી રહ્યુ છે. જે રિપોર્ટ ઝડપી મળે તે માટે સોમવાર સુધીમાં વધુ એક ટેસ્ટિંગ મશીન ભાડેથી વિકસાવવા અને લેબ ટેકનિશ્યનોની સંખ્યા વધારવા મુખ્ય સચિવ સાથે મળેલી સમિક્ષા બેઠકમાં મુખ્ય સચિવ પંકજ કુમારે સૈધાંતિક મંજૂરી આપી હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આનાથી જ તમે સ્થિતિનો અંદાજો લગાવી શકો છો.

આ પણ વાંચો – Indian Railways / IRCTC તેજસ એકસપ્રેસમાં મુસાફરી કરી રહેલા 544 મુસાફરોને એક લાખ રૂપિયાથી વધુ આપશે,જાણો વિગત

ઉલ્લેખનીય છે કે, સતત બીજા દિવસે કોરોનાનાં દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે આ રાહત સામાન્ય છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,33,533 કેસ નોંધાયા છે. ગઈકાલ કરતાં લગભગ ચાર હજાર જેટલા ઓછા કેસ છે. આપને જણાવી દઈએ કે, ગઈકાલે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં નવા કેસની સંખ્યા 3,37,704 હતી.