Not Set/ કાશ્મીરના પૂંછમાં શહીદ થયેલા સૈનિકોના પરિવારને 50 લાખ અને સરકારી નોકરી આપશે

પૂંછ જિલ્લામાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં ‘ (જેસીઓ) સહિત પાંચ સેનાના જવાનો શહીદ થયા હતા

Top Stories
punjab કાશ્મીરના પૂંછમાં શહીદ થયેલા સૈનિકોના પરિવારને 50 લાખ અને સરકારી નોકરી આપશે

સોમવારે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓ સાથે મોરચો સંભાળતા શહીદ થયેલા પંજાબના સૈનિકોને પંજાબ સરકારે 50 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા અને શહીદ સૈનિકોના પરિવારજનોને નોકરી આપવાની જાહેરાત કરી છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં જીવ ગુમાવનાર નાયબ સુબેદાર જસવિંદર સિંહ, નાઈક મનદીપ સિંહ અને સિપાહી ગજન સિંહના શોકગ્રસ્ત પરિવારને 50 લાખ રૂપિયાની માતબર રકમ આપવાની જાહેરાત કરી  છે. પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.

પૂંછ જિલ્લામાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં ‘જુનિયર  ઓફિસર’ (જેસીઓ) સહિત પાંચ સેનાના જવાનો શહીદ થયા હતા. સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ભારે ગોળીબાર કર્યો હતો, જેમાં એક જેસીઓ અને અન્ય ચાર જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પાંચેય સૈનિકો બાદમાં નજીકની સૈન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા ત્યાં તેઓ મૃત્યુ પામ્યા હતા.