Election/ આજે 6 મહાનગરપાલિકાની ચૂંટણી અને પેટાચૂંટણી અન્વયે 50 હજાર જેટલા જવાનો રહેશે તૈનાત : DGP આશિષ ભાટિયા

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે.આ ચૂંટણી વિના વિઘ્ને પસાર થાય તે માટે રાજ્ય પોલીસ તરફથી તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરી લેવામાં આવી છે.પોલીસ તરફથી 25 હજારથી

Top Stories Gujarat
aashish bhatiya આજે 6 મહાનગરપાલિકાની ચૂંટણી અને પેટાચૂંટણી અન્વયે 50 હજાર જેટલા જવાનો રહેશે તૈનાત : DGP આશિષ ભાટિયા

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે.આ ચૂંટણી વિના વિઘ્ને પસાર થાય તે માટે રાજ્ય પોલીસ તરફથી તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરી લેવામાં આવી છે.પોલીસ તરફથી 25 હજારથી વધુ લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે, અને 48,000થી વધુ લોકોના હથિયારો જમા કરી લેવામાં આવ્યા છે.આ ઉપરાંત રાજ્યની સરહદો પર ચેકપોસ્ટ ગોઠવવામાં આવી છે. ચેકપોસ્ટ પરથી પંચાયતી વિસ્તારોમાંથી 7 કરોડ 10 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના વિસ્તારમાંથી 93 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરી લેવામાં આવ્યો છે.ચૂંટણીને અનુલક્ષીને રાજ્યભરની પોલીસને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે.આજે ચૂંટણીના દિવસે રાજ્યની 6 મહાનગર પાલિકા ની ચૂંટણી તથા પેટા ચૂંટણીમાં આશરે 50,000 હજાર જવાનોનો ખડકલો કરી દેવામાં આવ્યો છે, તેમ રાજયના પોલીસ મહાનિર્દેશક ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું છે.

javanoelection આજે 6 મહાનગરપાલિકાની ચૂંટણી અને પેટાચૂંટણી અન્વયે 50 હજાર જેટલા જવાનો રહેશે તૈનાત : DGP આશિષ ભાટિયા

Election / આજે 6 પાલિકાઓના ચૂંટણી જંગ માટે તંત્ર સજ્જ, ડિસ્પેચ સહિતની કામગીરીને અપાયો આખરી ઓપ

તેમણે પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે રાજ્યની છ મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની પેટા ચૂંટણી તારીખ 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે જેની મતગણતરી 23 ફેબ્રુઆરીના રોજ થનાર છે.આ ઉપરાંત 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા અન્ય સ્વરાજના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. જેની મતગણતરી બીજી માર્ચે થશે. આમ કુલ 3411 મતદાન મથકોના 11,154 ઉપર મતદાન પ્રક્રિયા થવા જઈ રહી છે.

Corona Update / કોરોના કેહેશે બાય બાય, આજે પણ સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભા ન થાય અને કોઈ ગુનાહિત કૃત્ય ન બને તેની સાવચેતી માટે મહાનગરપાલિકા વિસ્તારમાં આશરે 47,000 જેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.આ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયામાં કોઇ ખલેલ ન પડે અને કોઈપણ કે દબાણ કરવા માટે પ્રયત્ન ન થાય તે માટે જે પરવાનાવાળા હથિયારો છે તેમને પણ પોલીસ દ્વારા જમા લઈ લેવામાં આવ્યા છે.જેમને મુક્તિ આપવામાં આવી નથી તેવા તમામ અત્યારે પણ પોલીસ દ્વારા જમા લેવામાં આવ્યા છે. આજે ચૂંટણી અનુસંધાને 14,486 જેટલા હથિયારો જમા લેવામાં આવ્યા છે.રાજ્યની રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા નગર હવેલી સાથે સંકળાયેલા આંતરરાજ્ય સરહદ પર કુલ 97 ચેક પોસ્ટ ઊભી કરવામાં આવેલી છે.ચૂંટણીના જાહેરનામા બાદ થી આજે ચેકપોસ્ટ સહિત પોલીસના ચેકિંગમાં જે-તે ગેરકાયદે ચીજવસ્તુઓની જપ્તી કરવામાં આવેલી છે.

Election / CM વિજય રૂપાણી, અંજલીબેન,વજુભાઈ વાળા સહિતના આગેવાનો કયા બુથ પર કરશે મતદાન

તમામ સંવેદનશીલ મથકોની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મુલાકાત લઈને સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે. જે અન્વયે છ મહાનગર પાલિકા વિસ્તારમાં જ્યાં ચૂંટણીઓ છે તેમાં પોલીસના કુલ 10 એકમોનો સમાવેશ થાય છે. આ તમામ એકમોમાં જે હાજર પોલીસ મેકમ છે તેની 80% મેકમ ચૂંટણીના દિવસે ચૂંટણી પ્રક્રિયા માટે વાપરવામાં આવશે. આમ એકમમા અંદાજે એકવીસ હજાર જેટલા કોન્સ્ટેબલ સ્ટાફ અને 1500 જેટલા અધિકારીઓનો સમાવેશ થાય છે.આ ઉપરાંત હાલમાં આ એકમો પાસેથી 30 જેટલી એસઆરપીની કંપની ઉપલબ્ધ છે તેનો પણ ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવશે. આ બંદોબસ્ત ઉપરાંત ડીજીપીની કચેરી તરફથી અન્ય એકમોમાંથી પણ વિશેષ બંદોબસ્ત ચૂંટણી માટે આપવામાં આવ્યો છે. બહારથી કુલ મળીને 1400 કોન્સ્ટેબલ અને 14 જેટલા એસઆરપી કંપનીઓ તૈનાત કરવામાં આવી છે અને તમામ એકમોમાં કુલ મળીને 15,500 જેટલા હોમગાર્ડને જી.આર.ડી.ના સભ્યોને પણ ચૂંટણી બંદોબસ્ત માટે રોકી દેવામાં આવ્યા છે.

આમ કુલ મળીને રવિવારના રોજ યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં 44 કંપનીઓ આશરે 25,000જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ, 15,500 હોમગાર્ડ અથવા જીઆરડી જવાનો ચૂંટણી ફરજમાં રહેશે.આ ઉપરાંત આજે સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવશે જેમાં ખાસ કરીને મતદાન મથકોની સતત મુલાકાત લેવામાં આવશે તે માટે પુરતા અધિકારીઓ પોલીસ વાહન અને સ્ટ્રોંગ ફોર્સ સાથે પેટ્રોલીંગ હાથ ધરવામાં આવશે. જેમાં કુલ 287 સેક્ટર પોલીસ મોબાઇલ, તથા કુલ 134 ક્વિક રિસ્પોન્સ ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે. તેમજ ઇવીએમ સ્ટ્રોંગરૂમની સુરક્ષા માટે એસઆરપીએફને પણ તેનાત કરવામાં આવી છે.ચૂંટણીના દિવસે કોઇ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય રહે તે સુનિશ્ચિત કરવા માટે સમગ્ર રાજ્યમાં તમામ પોલીસ એકમો સ્ટેન્ડ ટુ રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…