Mahisagar News/ 50મા વર્ષની ગોલ્ડન જયુબિલી ઉજવાઇ, અનેકવિધ કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો!

રમતગમતની સ્પર્ધાઓ, ચિત્રકલા સ્પર્ધા. વકૃત્વ સ્પર્ધા. તોલ મોલ કે બોલ, કોન બનેગા ચેમ્પિયન. વૃક્ષારોપણ. મેડિકલ કેમ્પો.

Gujarat Others

Mahisagar News: જેસીઆઈ લુણાવાડા તેની સ્થાપનાના 50મા વર્ષની ગોલ્ડન જુબિલી ઉજવી રહ્યું છે આ અવસરને યાદગાર બનાવવા માટે આ વર્ષે સ્વર્ણિમ જેસીઆઈ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આશરે 50થી વધુ વિવિધ કાર્યક્રમો યોજાયા

આ કાર્યક્રમોમાં ગૌરવ રેલી, નગર રત્ન એવોર્ડ, મહિસાગર ગોટ ટેલેન્ટ. રમતગમતની સ્પર્ધાઓ, ચિત્રકલા સ્પર્ધા. વકૃત્વ સ્પર્ધા. તોલ મોલ કે બોલ, કોન બનેગા ચેમ્પિયન. વૃક્ષારોપણ. મેડિકલ કેમ્પો. ટ્રેડિશનલ ફેશન શો. ક્યૂટ બેબી સ્પર્ધા. રેમ્પવૉક, વેશભૂષા સ્પર્ધા, મારું ફળિયું – સ્વચ્છ ફળિયું. એક દિવસ બચપણ કે નામ જેવા અનેકવિધ કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો.

નગર રત્ન એવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષકો, વિશિષ્ટ વ્યક્તિઓ, નગરસેવકો અને બે નગર રત્ન એવોર્ડ સહિત કુલ 60 જેટલા પ્રતિભાશાળી વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા.

મહિસાગર ગોટ ટેલેન્ટમાં ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 60 જેટલા પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો. જિલ્લા કલેક્ટરશ્રીની પ્રેરક ઉપસ્થિતિએ જિલ્લા સ્તરના ટેલેન્ટને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડ્યું.

આ સુવર્ણ મહોત્સવના અવસરે, છેલ્લા 50 વર્ષના યશસ્વી ઇતિહાસને માન આપવા માટે ભૂતપૂર્વ 50 પ્રમુખોને પણ સન્માનિત કરવામાં આવ્યા.

જેસીઆઈ લુણાવાડા તરફથી આ ગોલ્ડન જયુબિલી પ્રસંગે સમાજ માટે વિવિધ સેવા, પ્રેરણા અને પ્રતિભા ઉજાગર કરવાની પ્રવૃત્તિઓનું આયોજન કરીને યાદગાર ઇતિહાસ રચવામાં આવ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃમહેસાણા APN સલ્ફર પ્લાન્ટમાં ભીષણ આગ: બે શ્રમિકોનું દુઃખદ મોત, બે ઘાયલ

આ પણ વાંચોઃમહેસાણામાં ONGC કોન્ટ્રાક્ટના નામે 11 બોલેરો ગાડીઓથી 33 લાખની છેતરપીંડી કરાઇ!

આ પણ વાંચોઃપાલનપુર-મહેસાણા પર આવેલા થ્રી એલિવેટેડ બ્રિજમાં મસમોટી તિરાડ, આબરૂ બચાવવા યુધ્ધના ધોરણે કામ શરૂ