હિંમતનગર સિવિલમાં ડોક્ટરો દ્વારની બાળકીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાળકી પેટની બીમારીથી પીડિત હતી. અને નિદાન કરતા બાળકીના પેટના ૫૨ સેમી લંબો વાળનો ગુચ્છો જોવા મળ્યો હતો. જે તેના જઠર અને આંતરડામાં અવરોધ ઉભો કરી રહ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર તા.21-04-22 ના રોજ હિંમતનગર તાલુકાના તાજપુરી ગામની 11 વર્ષીય આરતીબેન ગુલાબસિંહ પરમાર સિવિલ હોસ્પિટલમાં ખોરાક લઇ શકતી ન હોવાની સમસ્યા સાથે દાખલ કરાઇ હતી અને તેને વાળ ખાવાની આદત હોવાથી ડોક્ટરોએ ચોક્કસ નિદાન મેળવવા જરૂરી રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં માલુમ પડ્યુ હતું. આ બાળકી ટ્રાયકોબેઝોર બિમારીથી પીડિત છે. તબીબોએ જરૂરી રિપોર્ટ કરાવી ચાર ડોક્ટરોની ટીમે બાળકીનું ઓપરેશન કરી જઠર અને આંતરડામાંથી વાળના ગુચ્છાની 52 સે.મી. લાંબી ગાંઠ બહાર કાઢી હતી.
ડોક્ટરોના જણાવ્યા મુજબ ઘણી કિશોરીઓ, યુવતીઓને પોતાના કે અન્યના વાળ ખાવાની અથવા વાળ ગળી જવાની આદત હોય છે જે પેટમાં જઇને ગુચ્છ સ્વરૂપે ગાંઠ બની મહાકાય સ્વરૂપ ધારણ કરે છે જેને તબીબી ભાષામાં ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે.
