આગ/ મહુવામાં કેટલીક દુકાનોમાં અચાનક લાગી ભીષણ આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે

મહુવામાં મોડી રાત્રે અચાનક જનતા પ્લોટ પાસે અચાનક કેટલીક દુકાનોમાં આગ લગાતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો ,આગની ઘટનાની જાણ થતા ફાયર ઘટનાસ્થળે પહોંચી હતી

Top Stories Gujarat
1 55 મહુવામાં કેટલીક દુકાનોમાં અચાનક લાગી ભીષણ આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે

મહુવામાં મોડી રાત્રે અચાનક જનતા પ્લોટ પાસે અચાનક કેટલીક દુકાનોમાં આગ લગાતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો ,આગની ઘટનાની જાણ થતા ફાયર ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુ લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રારંભીક ધોરણે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવે છે પરંતુ સત્તાવાર રીતે તેની કોઈ ખરાઈ હજુ થઈ નથી. આ ઘટનાને પગલે દુકાનોમાં મોટું નુકસાન થવા પામ્યું છે. આગ લાગવાને કારણે વિસ્તારમાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો.

ભાવનગરના મહુવા ખાતે આવેલા જનતા પ્લોટ વિસ્તારમાં કોળી સમાજની વાડીની પાસે આવેલી કેટલીક દુકાનોમાં શનિવારે રાત્રે અચાનક આગ લાગી ગઈ હતી. આગ એટલી વિકરાળ સ્વરૂપમાં હતી કે સ્થાનીકોની મદદથી તેના પર કાબુ કરી શકાય તેમ ન હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટુકડી તુરંત સ્થળ પર દોડી આવી હતી. અંદાજે પાંચથી સાત લાખ જેટલો માલ તેમાં નુકસાન પામ્યો હોવાનું માનવામાં આવે છે. આ દુનાકાનો નાના દુકાનદારોની હતી જેમાં આગ લાગેલી દુકાનોમાં મોબાઈલ શોપ, પ્રવિઝન સ્ટોર અને હેર સલુનની દુકાન હતી. આગ લાગતા જ નાસભાગ મચી ગઈ હતી. ઘટનાને પગલે ઘણા સ્થાનીકોએ આ ઘટનાને મોબાઈલમાં કેદ કરી હતી જે વીડિયો અહીં દર્શાવાયો છે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા બે ફાયર ફાઈટર વડે સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો છે. આગ લાગવાને કારણે તકેદારીના ભાગ રૂપે થોડા સમય માટે વિસ્તારમાં વીજળી બંધ કરી દેવામાં આવી હતી.