Not Set/ સુશાંતસિંહ રાજપૂતની છિછોરે બની સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ, કંગનાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, મનોજ વાજપેયી સર્વશ્રેષ્ઠ અભિનેતા

67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો (National Film Awards)ની જાહેરાત કરવામાં આવી છે. સુશાંત સિંહ રાજપુતની છિછોરેને શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે

Top Stories Entertainment
pjimage 3 1616412416 સુશાંતસિંહ રાજપૂતની છિછોરે બની સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ, કંગનાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, મનોજ વાજપેયી સર્વશ્રેષ્ઠ અભિનેતા

67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો (National Film Awards)ની જાહેરાત કરવામાં આવી છે. સુશાંત સિંહ રાજપુતની છિછોરેને શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે તો કંગનાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત, મનોજ વાજપેયી અને ધનુષને પણ શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે. મહત્વનું છે કે કોરોના વાયરસને કારણે આ સેરેમની એક વર્ષ લેટ થઇ છે. દર વર્ષે 3 મેના રોજ આ એવોર્ડ ફંકશનનું આયોજન થાય છે. આ વખતે નેશનલ મીડિયા સેન્ટરમાં આનું આયોજન થયું જ્યાં કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી. સેરેમનીમાં 2019માં બનેલી ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે.

70767623 સુશાંતસિંહ રાજપૂતની છિછોરે બની સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ, કંગનાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, મનોજ વાજપેયી સર્વશ્રેષ્ઠ અભિનેતા

એવોર્ડ મેળવનારનું લિસ્ટ

બેસ્ટ મેલ પ્લેબેક સિંગર – બી પ્રાક (ફિલ્મ કેસરીનું ગીત તેરી મિટ્ટી)

બેસ્ટ એક્ટર – મનોજ વાજપેયી (ભોસલે) અને ધનુષ (અસુરન)

બેસ્ટ એક્ટ્રેસ – કંગના રનૌત (મણિકર્ણિકા અને પંગા)

બેસ્ટ હિન્દી ફિચર ફિલ્મ – છિછોરે (સુશાંત સિંહ રાજપૂત)

બેસ્ટ નોન ફીચર ફિલ્મ – વાઇલ્ડ કર્ણાટક (ડેવિડ એટેનબરો)

બેસ્ટ ફિલ્મ ક્રિટિક – સોહિની ચટોપાધ્યાય

બેસ્ટ બુક ઇન સિનેમા – પ્રભાવ (પીઆર રામદાસા નાયડૂ)

મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ – સિક્કિમ

બેસ્ટ એડિટિંગઃ શટ અપ સોના, અર્જુન ગોરીસરિયા

બેસ્ટ ઓડિયોગ્રાફીઃ રાધા (મ્યુઝિકલ)

બેસ્ટ શોર્ટ ફિક્શન ફિલ્મઃ કસ્ટડી

બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઈશ્યૂઃ હોલી રાઈટ્સ (હિંદી), લાડલી (હિંદી)

બેસ્ટ ઈન્વેસ્ટિગેશન ફિલ્મઃ જક્કાલ

બેસ્ટ એજ્યુકેશનલ ફિલ્મઃ એપ્પલ એન્ડ ઓરેન્જ

બેસ્ટ એન્વાયરમેન્ટ ફિલ્મઃધ સ્ટ્રોક સેવિયર્સ

બેસ્ટ પ્રમોશનલ ફિલ્મઃ ધ શોવર

બેસ્ટ આર્ટ્સ એન્ડ કલ્ચર ફિલ્મઃ શ્રીક્ષેત્ર-રૂ-સહિજાતા

બેસ્ટ ડેબ્યૂ નોન ફીચર ફિલ્મ ઓફ ધ ડિરેક્ટરઃ ખિસા

બેસ્ટ નોન ફીચર ફિલ્મ: એન એન્જિનિયર ડ્રીમફીચર