Accident/ અમદાવાદ -મુંબઈ નેશનલ હાઇવે પર કન્ટેનર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 7 લોકો ગંભીર ઇજાગ્રસ્ત

અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર કન્ટેનર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે 7 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

Top Stories Gujarat
8 અમદાવાદ -મુંબઈ નેશનલ હાઇવે પર કન્ટેનર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 7 લોકો ગંભીર ઇજાગ્રસ્ત

  અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર વલસાડ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર કન્ટેનર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે 7 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયામાં ખસેડાયા છે. જ્યારે ઘટનાને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાને પગલે પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. હાઇવે પર આગળ ચાલતા કન્ટેનરની બ્રેક વાગતા પાછળ આવતી બસ ધડાકા સાથે અથડાઈ હતી.

હાઈવે પર એક કન્ટેનર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાલક અને ક્લીનર સહિત કુલ 7 લોકોને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, અકસ્માત બાદ આ હાઇવે પર વાહન વ્યવહારને પણ અસર થઈ હતી અને ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા હતા. બનાવની જાણ થતાં જ ડુંગરી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વાહન વ્યવહાર યથાવત કરાવ્યો હતો.