LAC/ અરૂણાચલ પ્રદેશમાં હિમસ્ખલનના કારણે 7 સૈનિકો લાપતા

ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, ગુમ થયેલા સૈનિકોની શોધમાં કામેંગ સેક્ટરમાં એક વિશેષ ટીમને એર લિફ્ટ કરવામાં આવી છે,

Top Stories India
ARUNACHAL PARDESH અરૂણાચલ પ્રદેશમાં હિમસ્ખલનના કારણે 7 સૈનિકો લાપતા

અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલનને કારણે સાત સૈનિકો ગુમ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, હિમપ્રાત ચીનને અડીને આવેલા LACના કામેંગ-સેક્ટરમાં 6 ફેબ્રુઆરીએ આવ્યો હતો. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં સાત સૈનિકો  પેટ્રોલિંગ કરી રહ્યા  હતા. પેટ્રોલિંગ દરમિયાન હિમસ્ખલનના કારણે આ જવાનો લાપતા થઇ ગયા છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, ગુમ થયેલા સૈનિકોની શોધમાં કામેંગ સેક્ટરમાં એક વિશેષ ટીમને એર લિફ્ટ કરવામાં આવી છે, જેથી શોધ અને બચાવ કામગીરીને ઝડપી બનાવી શકાય.

મળતી માહિતી મુજબ, જ્યારે કામેંગ સેક્ટરમાં હિમસ્ખલન થયું, તે સમયે ભારતીય સૈનિકો LACના ઊંચાઈવાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. હિમવર્ષાના કારણે તમામ સાત સૈનિકો ગુમ છે. હિમપ્રપાતના આગમન પહેલા ત્રણ-ચાર દિવસ સુધી આ સેક્ટરમાં હિમવર્ષાના કારણે હવામાન ખરાબ હતું.

અરુણાચલ પ્રદેશને અડીને આવેલા LAC પર સ્થિતિ તંગ છે. ચીને અરુણાચલ પ્રદેશ પાસે નવા ગામો બનાવ્યા છે, જેને યુદ્ધની સ્થિતિમાં સૈનિકોની બેરેકમાં બદલી શકાય છે. હાલમાં જ અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં એક યુવક અકસ્માતે ચીનની સરહદમાં ઘુસી ગયો હતો. લગભગ એક સપ્તાહ સુધી ચીની સેનાની કસ્ટડીમાં રહ્યા બાદ ચીને યુવકને ભારતીય સેનાને સોંપી દીધો.