Not Set/ હદ કરી બાકી, 7 મહિલાઓ જુગાર રમતી ઝડપાઇ , વાંચો ક્યાંની છે ઘટના

રાજ્યમાં જાણે જુગારની સીઝન ચાલી રહી હોય તેમ એક પછી એક જુગારધામ પર પોલીસના દરોડા પડી રહ્યા છે. પંચમહાલના રિસૉર્ટમાંથી પકડાયેલા જુગારધામમાં માતરના ધારાસભ્ય સહીત 25 જેટલા લોકોના નામ સામે આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદના દરિયાપુરમાં વિજિલન્સની ટીમે રેડ કરીને 100થી વધારે જુગારીઓની ધરપકડ કરી હતી. આ બને બનાવો ઓછા હતા કે ફરીથી રાજ્યમાંથી જુગારધામ મળી […]

Gujarat
jugar હદ કરી બાકી, 7 મહિલાઓ જુગાર રમતી ઝડપાઇ , વાંચો ક્યાંની છે ઘટના

રાજ્યમાં જાણે જુગારની સીઝન ચાલી રહી હોય તેમ એક પછી એક જુગારધામ પર પોલીસના દરોડા પડી રહ્યા છે. પંચમહાલના રિસૉર્ટમાંથી પકડાયેલા જુગારધામમાં માતરના ધારાસભ્ય સહીત 25 જેટલા લોકોના નામ સામે આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદના દરિયાપુરમાં વિજિલન્સની ટીમે રેડ કરીને 100થી વધારે જુગારીઓની ધરપકડ કરી હતી. આ બને બનાવો ઓછા હતા કે ફરીથી રાજ્યમાંથી જુગારધામ મળી આવ્યું છે. આવખતે જુગારધામની વાત મોરબીમાંથી સામે આવી છે. જેમાં પોલીસના દરોડામાં એક નહિ બે નહિ એમ કુલ સાત જેટલી પત્તાના ખેલની શોખીન મહિલાઓ પોલીસની પકડમાં આવી ગઈ છે. જેમની સામે પોલીસે ગુનો નોંધીને તેમને કાયદાનો ભાન કરાવ્યો છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે રામકૃષ્ણગરમાં મહિલા સંચાલિત જુગારધામ ઉપર દરોડો પાડી સાત જુગારણોને રોકડા રૂપિયા ૨૫૭૨૦ તેમજ મોબાઈલ ફોન સહીત કુલ રૂ.૪૩૨૨૦ના મુદામાલ સાથે ઝડપી લેતા જુગારી તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના રામકૃષ્ણનગરમાં મકાન નંબર ૧૦માં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા (૧) જયાબેન રમેશભાઇ લાલુકિયા, (૨) હીનાબેન ગીરધરભાઇ ધામેચા, (૩) મેધાબેન અશ્વિનભાઇ સપટ, (૪) લીલાબેન ગોવિદભાઇ ખોટ, (૫) શાહિનબેન નુરમહંમદભાઇ સુમરા, (૬) ઉષાબેન અશ્વિનભાઇ સપટ અને (૭) મજુંબેન લાભુભાઇ કાંટા નામની મહિલાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગઈ હતી.

પોલીસે જુગારના પટમાથી રોકડા રૂપીયા-૨૫૭૨૦ તથા મોબાઇલ નંગ-૪ કિંરૂ.૧૭,૫૦૦ સહીત કુલ .રૂ.૪૩૨૨૦ મુદામાલ કબ્જે કરી તમામ મહિલાઓ વિરુદ્ધ જુગારધારા કલમો મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.