માસૂમ બાળકનુ મોત/ રાજકોટમાં ગ્રીનલીફરિસોર્ટના સ્વિમિંગપુલમાં ડૂબવાથી 7 વર્ષના બાળકનું મોત

રાજકોટ-જામનગર રોડ પર આવેલા ગ્રીનલીફ રિસોર્ટના સ્વિમિંગ પુલમાં એક બાળક નું મૃત્યુ થયું…આ બાળકની ઉંમર 7 વર્ષની હતી..સ્વિમિંગપુલમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું…ગઇકાલે બપોરના સમયે બાળક ડૂબી જતાં તેને તુરંત જ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં બાળકે દમ તોડી દીધો હોવાનું હોસ્પિટલમાં હાજર તબીબે જણાવ્યું હતું. પરિવારજનો જમતા હતા ત્યારે બાળક ન્હાવા પડ્યું […]

Rajkot
IMG 20210621 224711 રાજકોટમાં ગ્રીનલીફરિસોર્ટના સ્વિમિંગપુલમાં ડૂબવાથી 7 વર્ષના બાળકનું મોત

રાજકોટ-જામનગર રોડ પર આવેલા ગ્રીનલીફ રિસોર્ટના સ્વિમિંગ પુલમાં એક બાળક નું મૃત્યુ થયું…આ બાળકની ઉંમર 7 વર્ષની હતી..સ્વિમિંગપુલમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું…ગઇકાલે બપોરના સમયે બાળક ડૂબી જતાં તેને તુરંત જ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં બાળકે દમ તોડી દીધો હોવાનું હોસ્પિટલમાં હાજર તબીબે જણાવ્યું હતું.

પરિવારજનો જમતા હતા ત્યારે બાળક ન્હાવા પડ્યું આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ સાજીદ ખેરાણી અને રાઇટર અનુજભાઇ ડાંગરે કાગળો કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, બુરહાનુદ્દીનના ફુઆ જે કુતિયાણા રહેતા હોય તેઓ રવિવારની રજા માણવા પરિવાર સાથે રાજકોટનાં ગ્રીનલીફમાં આવ્યા હતા. ત્યારે બુરહાનુદ્દીનને તેના પિતા ગઇકાલે સવારે ફૂઆ પાસે મૂકી ગયા હતા અને સાંજે લેવા આવવાના હતાં. ફૂઆ અને પરિવારજનો જમતા હતા ત્યારે બુરહાનુદ્દીન સ્વિમિંગ પુલમાં ન્હાવા જતો રહ્યો હતો અને ડૂબી જતાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેમનું મોત નીપજ્યું હતું