Not Set/ રાજકોટ: બાઈક ચોર ગેંગની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ

ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાઇક ચોર ટોળકીને ઝડપી લેવામાં મહત્વની સફળતા સાંપડી છે. ક્રાઇમ બ્રાન્ચે ૫ ચોરાઉ વાહનો સાથે ૪ શખસોને ઝડપી લીધા છે. જેની પુછપરછ દરમિયાન આ ટોળકીએ રાજકોટ ઉપરાંત બોટાદમાંથી વાહન ચોરી કર્યાની કબૂલાત આપી હતી. ટોળકીમાં સંડોવાયેલ અન્ય એક શખસે ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. ક્રાઇમબ્રાન્ચ પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ […]

Gujarat Rajkot
arrest thinkstock રાજકોટ: બાઈક ચોર ગેંગની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ

ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાઇક ચોર ટોળકીને ઝડપી લેવામાં મહત્વની સફળતા સાંપડી છે. ક્રાઇમ બ્રાન્ચે ૫ ચોરાઉ વાહનો સાથે ૪ શખસોને ઝડપી લીધા છે. જેની પુછપરછ દરમિયાન આ ટોળકીએ રાજકોટ ઉપરાંત બોટાદમાંથી વાહન ચોરી કર્યાની કબૂલાત આપી હતી. ટોળકીમાં સંડોવાયેલ અન્ય એક શખસે ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

ક્રાઇમબ્રાન્ચ પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી.સાંખરા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પો.કો.સંજયભાઇ ચાવડા, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, કિરીટસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે બાઇક ચોર ટોળકીને ઝડપી લીધી હતી.પોલીસની પુછપરછ દરમિયાન આરોપીઓના નામ વિપુલ ઉર્ફે રોહિત કવુભાઇ ઝખાણીયા (ઉ.વ.૨૦, રહે.કેનાલ રોડ, મોરબી), વિજય ઉર્ફે ડીગ્રી કાનજીભાઇ સાડમીયા (ઉ.વ.૨૧, રહે.શીવરાજપુર, જસદણ), અરવિંદ ધીરૂભાઇ મંદુરીયા (ઉ.વ.૨૦, રહે.ચોટીલા) અને યુવરાજસિંહ કરણસિંહ ચૌહાણ (ઉ.વ.૨૧, રહે.ચોટીલા)ને ઝડપી લીધા હતાં.

પોલીસે તેમની પાસેથી પાંચ ચોરાઉ બાઇક કબજે કર્યા હતાં.ટોળકીની પોલીસે સઘન પુછપરછ કરતા તેઓએ રાજકોટમાં તાલુકા પોલીસ મથક, આજી ડેમ પોલીસ મથક અને બોટાદમાંથી વાહન ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી તેમજ તપાસમાં આ ટોળકીમાં થાનગઢનો જગદીશ કોળી પણ સામેલ હોય પોલીસે તેને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.