Not Set/ છત્રાલમાં કેન્ડલમાર્ચ: અશોક પટેલને શ્રધ્ધાંજલી

ગાંધીનગર જિલ્લાના કલોક પાસેના છત્રાલ ગામમાં રવિવારે રાત્રે કેન્ડલમાર્ચનો કાર્યક્રમ યોજાયો હતો. થોડા સમય પહેલાં જ પાટીદાર સમાજના અગ્રણિ અશોક પટેલની ક્રુર ઘાતકી હત્યા કરાઈ હતી. હજારો લોકોએ કેન્ડલમાર્ચમાં ભાગ લઈ અશોક પટેલને શ્રધ્ધાંજલી અર્પિ હતી. કેન્ડલ માર્ચ છત્રાલ ગામના વિવિધ સ્થળો પર ફરી હતી. કેન્ડલમાર્ચના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. જોકે […]

Top Stories Gujarat
ashok patel shraddhanjali છત્રાલમાં કેન્ડલમાર્ચ: અશોક પટેલને શ્રધ્ધાંજલી

ગાંધીનગર જિલ્લાના કલોક પાસેના છત્રાલ ગામમાં રવિવારે રાત્રે કેન્ડલમાર્ચનો કાર્યક્રમ યોજાયો હતો. થોડા સમય પહેલાં જ પાટીદાર સમાજના અગ્રણિ અશોક પટેલની ક્રુર ઘાતકી હત્યા કરાઈ હતી. હજારો લોકોએ કેન્ડલમાર્ચમાં ભાગ લઈ અશોક પટેલને શ્રધ્ધાંજલી અર્પિ હતી. કેન્ડલ માર્ચ છત્રાલ ગામના વિવિધ સ્થળો પર ફરી હતી.

કેન્ડલમાર્ચના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. જોકે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે હત્યાની ઘટનાના દિવસથી જ સમગ્ર વિસ્તારમાંં પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ હત્યા કેસમાં છ શખ્સોની ધરપકડ થઇ ચુકી છે.

જોકે હત્યાના કાવતરાનો મુખ્ય સુત્રધાર હજુ સુધી પકડાયો નથી.

18 માસ પહેલાં છત્રાલ ગામમાં લઘુમતી કોમના યુવકની હત્યા કરાઈ હતી. જે હત્યા કેસમાં પોલીસે પાટીદારોની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. જે ઘટનાના અનુસંધાને બે માસ પહેલાં અશોક પટેલા ભત્રીજા અલ્પેશ પર લઘુમતી કોમના શખ્સોએ હુમલો કર્યો હતો. ત્યારબાદ અશોક પટેલની હત્યા કરવાની ધમકી આપી હતી. જોકે અશોક પટેલે હત્યાની ધમકીને ગંભીરતાથી લીધી ન હતી. જો પોલીસ ફરિયાદ કરવામાં આવે તો ફરીથી બંને કોમના લોકો વચ્ચે વૈમનશ્ય વધે અને અનિચ્છિય બનાવ બને એવી પરિસ્થિતિ બની ગઈ હતી. આથી અશોક પટેલે પોલીસ ફરિયાદ નહીં કરવાનો નિર્ણય લીધો હતો.

આ દરમીયાન અશોક પટેલ જીઆઈડીસી ના ગેટ પાસે નાસ્તો કરવા બેઠા હતા. ત્યારે લઘુમતી કોમના સાત શખ્સ અશોક પટેલ પાસે આવ્યા હતા. અશોક પટેલ કઈં પણ સમજે કે વિચારે તે પહેલાં જ લઘુમતી કોમના શખ્સોએ તેમના પર તિક્ષ્ણ હથિયારથી ક્રુરતાપુર્વક આડેઘડ ઘા મારી ક્રુર ઘાતકી હત્યા કરી હતી. આ અંગે અશોક પટેલના પુત્રએ સાત શખ્સ સામે ગુનો દાખલ કરી કલોલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. અશોક પટેલના મ્રુતદેહને પોસ્ટમોર્ટમ માટે કલોક સિવિલ હોસ્પિટલ ખાતે લવાયો હતો.

રોષે ભરાયેલા લોકોએ અશોક પટેલના હત્યારાઓ ન પકડાય ત્યાં સુધી લાશ નહીં લેવાનો નિર્ણય કર્યો હતો. આ દરમીયાન અશોક પટેલના પુત્રએ સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના આક્ષેપ હતા કે પોલીસે અલ્ટીમેટમ આપ્યું હોવા થતાં હત્યારાઓ પકડાતા નથી. આ ઘટનાને કારણે પાટીદારો અને અશોક પટેલના સમર્થકોએ કલોકમાં બાઈક રેલી કાઠી હતી.ઉપરાંત બંને કોમના જુથ વચ્ચે પથ્થરમારો થયો હતો. પોલીસે છ આરોપીની ધરપકડ કરતાંં છેવટે લાશ લેવામાં આવી હતી.

અશોક પટેલને શ્રધ્ધાંજલી આપવા માટે મોટી સંખ્યામાંં લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા.છત્રાલ ગામમાં બારે તેગદીલી છવાઈ ગઈ હતી.જોકે હત્યાના દિવસથી જ પોલીસે સમગ્ર વિસ્તારમાં પોલીસ અને એસઆરપીના શસ્ત્ર જવાનોનો બંદોબસ્ત ગોઠવી દીધો હોવાથી ઘટનાના અન્ય કોઈ પ્રત્યાઘાતો પડ્યા નથી.