Not Set/ અરાવલ્લીની વાત્રજમાં 7 યુવકો ડુબ્યા, એકનો બચાવ, બે નાં મૃતદેહ મળ્યા, બાકીનાંની શોધ ચાલું

અરવલ્લીનાં ધનસુરા તાલુકાનાં ખડોલ ગામે ગોઝારી દુર્ઘટના ઘટી હતી. ખડોલ નજીક પસાર થતી નદીમાં ગણેશની મૂર્તિ વિસર્જીત કરવા ગયેલા લોકોમાંથી એક સાથે 7 યુવકો ડુબ્યા, એકનો બચાવ થયો, બે નાં મૃતદેહ મળ્યા, તો 4 યુવકોની શોધ કરવામાં આવી રહી છે. ત્યાર હાજર લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, ગરકાવ થઇ ગયેલા બીજા 4 યુવકોનાં […]

Top Stories Gujarat Others
sank2 અરાવલ્લીની વાત્રજમાં 7 યુવકો ડુબ્યા, એકનો બચાવ, બે નાં મૃતદેહ મળ્યા, બાકીનાંની શોધ ચાલું

અરવલ્લીનાં ધનસુરા તાલુકાનાં ખડોલ ગામે ગોઝારી દુર્ઘટના ઘટી હતી. ખડોલ નજીક પસાર થતી નદીમાં ગણેશની મૂર્તિ વિસર્જીત કરવા ગયેલા લોકોમાંથી એક સાથે 7 યુવકો ડુબ્યા, એકનો બચાવ થયો, બે નાં મૃતદેહ મળ્યા, તો 4 યુવકોની શોધ કરવામાં આવી રહી છે. ત્યાર હાજર લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, ગરકાવ થઇ ગયેલા બીજા 4 યુવકોનાં પણ ડુબી જોવાથી મોત થયાની પૂરી આશંકા છે. એક સાથે 6 યુવકો ડુબી જવાથી મોતને ભેટતા સમગ્ર પંથકમાં કંપારો અનુભવાઇ ગયો હતો.

sank અરાવલ્લીની વાત્રજમાં 7 યુવકો ડુબ્યા, એકનો બચાવ, બે નાં મૃતદેહ મળ્યા, બાકીનાંની શોધ ચાલું

સમગ્ર ઘટનાની વાત કરવામા આવેતો, અરવલ્લીનાં ધનસુરા તાલુકાનાં ખડોલ નજીક પસાર થતી વાત્રક નદીના પટમાં ગણેશ વિસર્જન કરવા આવેલા કેશરપુરા ગામના 6 યુવાનો નદીમાં ડૂબી જતા ભારે ચકચાર મચી ગયો હતો. એક સાથે 6 યુવકો વાત્રક નદીમાં ડૂબી ગયા હોવાની ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં કેશપુરા ગામ સહીતનાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઘટના સ્થળે ઉમટ્યા હતા.

vatraj અરાવલ્લીની વાત્રજમાં 7 યુવકો ડુબ્યા, એકનો બચાવ, બે નાં મૃતદેહ મળ્યા, બાકીનાંની શોધ ચાલું

સ્થાનિક તરવૈયાઓએ નદીમાં ઝંપલાવી પાણીમાં ગરકાવ થયેલા યુવકોની શોધખોળ આદરી હતી. ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે સ્થાનીક વહીવટી તંત્ર અને પોલીસતંત્ર પહોંચ્યું હતું. તો સાથે સાથે બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

sank4 અરાવલ્લીની વાત્રજમાં 7 યુવકો ડુબ્યા, એકનો બચાવ, બે નાં મૃતદેહ મળ્યા, બાકીનાંની શોધ ચાલું

ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના કર્યા પછી શુક્રવારે બપોરે કેશરપુરા ગામના યુવકો વાજતે-ગાજતે ગ્રામજનો સાથે ગણપતિ વિસર્જન માટે વાત્રક નદીના પટમાં પહોંચ્યા હતા. ઉપરવાસમાં વરસાદના પગલે વાત્રક નદીમાં ગણપતિની મૂર્તિને ડુબાડવા જતા નદીના પ્રવાહમાં 7 જેટલા યુવકો એકાએક નદીના પ્રવાહમાં તણાઈ જતા સ્થાનિકોએ બુમરાણ મચાવતા સ્થાનિક તરવૈયાઓ દોડી આવી 1 યુવકને બચાવી લીધો હતો. અન્ય પાણીના પ્રવાહમાં તણાયેલા અને નદીમાં ડૂબેલા 6 યુવકોની શોધખોળ હાથધરી હતી.જેમાં 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા અન્ય 4 યુવકોની શોધખોળ હાથધરી હતી અંધારું થઇ જતા મૃતદેહ શોધવામાં ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

sank1 અરાવલ્લીની વાત્રજમાં 7 યુવકો ડુબ્યા, એકનો બચાવ, બે નાં મૃતદેહ મળ્યા, બાકીનાંની શોધ ચાલું

વાત્રક નદીમાં કેશરપુરા ગામના 6 યુવકો ગણેશ વિસર્જનમાં નદીના વહેણમાં ડૂબી જતા ભારે રોકોક્કળ મચી હતી યુવકોના પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું બે યુવકોના મૃતદેહ બહાર કાઢતાની સાથે હૈયાફાટ રુદનથી ભારે ગમગીની છવાઈ હતી કોણ કોને સાંત્વના આપે તેવા રુંવાટા ખડા કરી દેનારી ઘટનાથી ગ્રામજનો આઘાતમાં સરી પડ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન