MANTAVYA Vishesh/ દેશની વસ્તીનો 75 ટકા હિસ્સો આકરી ગરમીના સકંજામાં

દેશના 60 ટકા જિલ્લાઓમાં ગરમી લોકોને તોબા પોકરાવશે. દેશની કુલ વસ્તીનો 75 ટકા હિસ્સો આટલા જિલ્લામાં રહે છે. આમ દેશની 75 ટકા વસ્તી એટલે કે લગભગ 100 કરોડ લોકોએ હવે આકરી ગરમીનો મારો સહન કરવા તૈયાર રહેવું પડશે.

Mantavya Vishesh

ક્લાઇમેટ ચેન્જ-કલાઇમેટ ચેન્જની બૂમો પહેલા સંભળાતી હતી, પણ હવે તેની જરૂર નથી. લોકો રીતસર તે અનુભવવવા લાગ્યા છે. આજે ભારતની વસ્તીનો મોટો હિસ્સો ગરમીથી તોબા-તોબા પોકારી રહ્યો છે, પણ તેને રાહત મળવાની નથી. આ ગરમી હવે ભારતીયોને તોબા-તોબા નહીં પણ ‘ઓ’ ‘મા’ પોકરાવે તેવા દિવસો દૂર નથી.

હવે નવો અભ્યાસ જણાવે છે કે દેશના 60 ટકા જિલ્લાઓમાં ગરમી લોકોને તોબા પોકરાવશે. દેશની કુલ વસ્તીનો 75 ટકા હિસ્સો આટલા જિલ્લામાં રહે છે. આમ દેશની 75 ટકા વસ્તી એટલે કે લગભગ 100 કરોડ લોકોએ હવે આકરી ગરમીનો મારો સહન કરવા તૈયાર રહેવું પડશે. આ ગરમી લોકોના આરોગ્ય પર વિપરીત અસર કરશે. તેમાં પણ ઉત્તર ભારતમાં રાજધાની નવી દિલ્હી તથા ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળ તથા પંજાબની સાથે રાજસ્થાન જેવા રાજ્યોએ જબરદસ્ત ગરમીનો સામનો કરવાનો આવશે. આ ગરમી સહન કરી નહીં શકાય તેવી હશે. લોકો હાલમાં જે ગરમીનો સામનો કરી રહ્યા છે તેના કરતાં પણ આ ગરમી ઘણી વધારે હશે.

સૌથી ચિંતાજનક વાત એ છે કે રાત્રિના સમયનું તાપમાન વધી રહ્યુ છે. તેના કારણે દિવસે ગરમ થયેલા શરીરને રાત્રે પણ ઠંડક મળતી નથી. આના કારણે આરોગ્યલક્ષી તકલીફો વધી શકે છે. નવી દિલ્હી સ્થિત કાઉન્સિલ ઓન એનર્જી એન્વાયર્નમેન્ટ એન્ડ વોટર (સીઇઇડબલ્યુ) થિન્ક ટેન્ક દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેનો આ અહેવાલ દર્શાવે છે કે ભારતીયોએ આગામી સમયગાળામાં કેવી ભયંકર ગરમી સહન કરવી પડશે.

સીઇઇડબલ્યુના અભ્યાસમાં આબોહવા, આરોગ્ય અને આરોગ્ય સેવાઓના માળખાનું વિશ્લેષણ કરીને એક હિટ રિસ્ક સ્કોરની રચના કરવામાં આવી છે. ગયા વર્ષે પહેલી માર્ચથી 18 જુન સુધીમાં ભારતમાં 40 હજારથી પણ વધારે હીટસ્ટ્રોકના કેસ નોંધાયા હતા. આ અંગે એજન્સીનું કહેવું છે કે ભારતમાં હીટ સ્ટ્રોકના કેસોનું અંડર રિપોર્ટિંગ થાય છે. તેમાં ઓછામાં ઓછા 110નું મોત થયું હોવાની વાતને સમર્થન મળ્યું છે. આ ઉપરાંત ઉત્તરપશ્ચિમ ભારત અને પૂર્વ ભારતમાં ગરમીના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધારે હશે. દેશના મેટ્રોપોલિટન શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લુરુ, કોલકાતામાં ગરમીના દિવસોની સંખ્યા અને ગરમીવાળી રાતોની સંખ્યા દર વર્ષે સતત વધતી જાય છે.

આ ઘટના બતાવે છે કે મેટ્રો શહેરો જાણે હીટ ટ્રાન્સફર કરતાં કેન્દ્રો બની રહ્યા છે. આ મેટ્રો શહેરોની ગરમી તેના નજીકના વિસ્તારોને પણ બક્ષતી નથી. આજે મુંબઈની ગરમી તેની જોડેના થાણે શહેરને પણ સ્પર્શવા માંડી છે. આ જ રીતે દિલ્હીની ગરમી નજીકના નોએડા અને ગાઝિયાબાદ સુધીના વિસ્તારને અસર કરે છે. આ શહેરો વધુને વધુ પ્રમાણમાં કોંક્રીટના જંગલ બની રહ્યા છે. તેના કારણે ગરમીનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે.

આ અભ્યાસમાં ગરમીના પ્રમાણમાં ઘટાડો કરવા માટે સૂચનો પણ કરવામાં આવ્યા છે. તેમા સૂચન કરવામાં આવ્યું છે કે ગરમીનું પ્રમાણ ઘટાડવું હોય તો વાતાવરણમાં ભેજ અને વસ્તીના પ્રમાણ જેવા સૂચનો ધ્યાનમાં લેવા જોઈએ. તેમા સૌથી મહત્વનું સૂચન એવું કરવામાં આવ્યું છે કે ગરમીને લઈને બધા રાજ્યો એક ડેટાબેઝ બનાવે, જેનું તેઓ એકબીજા સાથે આદાનપ્રદાન કરે. આ આદાનપ્રદાન દ્વારા તેઓ ગરમીનો સામનો કઈ રીતે વધુ કારગર રીતે કરી શકાય તેનો ઉકેલ શોધી શકે. આ ઉપરાંત રાજ્યોને ગરમીથી બચાવવા માટે વધુને વધુ પ્રમાણમાં સંસાધનો અને અને સારી યોજનાઓ પૂરી પાડવી જોઈએ.

ગરમી ફક્ત વ્યક્તિ કે જનસમૂહ પર જ નહીં પણ અર્થતંત્ર પર પણ વિપરીત અસર પાડે છે. તેનો સૌથી વધુ ભોગ ગરીબ કુટુંબો બને છે. તેમની પાસે પાણીથી લઈને બીજા ઠંડા વિકલ્પો મેળવવાની સંભાવના અત્યંત મર્યાદિત હોય છે. હીટસ્ટ્રોકનો ભોગ બનનારા પણ મોટાભાગે ગરીબો હોય છે, કારણ કે તેમણે ભીષણ ગરમીમાં પણ મજૂરીએ જવુ પડતું હોય છે, જો તે મજૂરીએ જાય નહીં તો તેમનો રોજ પુરાય નહીં. આના લીધે તેઓ ભીષણ ગરમીનો ભોગ બનવામાં અગ્રેસર હોય છે.

ભારતે ઉનાળામાં હીટિંગનો પર્યાય બની જતાં શહેરોમાં ગરમીનો સચોટ ઉપાય શોધવાની જરૂર છે. તેમા એક ઉપાય તેનું ગ્રીન કવર વધારવાનો છે. બીજો ઉપાય વસ્તીની ગીચતા ઘટે તેના પર ધ્યાન આપવાનો છે. ત્રીજો ઉપાય ઇકોફ્રેન્ડલી મકાનોને વેગ આપવાનો છે. સરકારે તેની રિયલ એસ્ટેટથી લઈને ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ક્લાઇમેટ ચેન્જને અનુકૂળ હોય તે પ્રકારની બનાવવી જરૂરી છે.

દેશના બીજા રાજ્યોની તુલનાએ ઓડિશા જેવું જ રાજ્ય જુઓ. આ રાજ્યમાં શહેર, ગામડા, લીલાછમ જંગલો અને પાણીના સ્ત્રોત વચ્ચે અદભુત સંતુલન જાળવવામાં આવ્યું છે. તેના પરિણામે આજે ઓડિશામાં બીજા રાજ્યોની તુલનાએ ગરમી ઓછી છે. તેના કારણે રાજ્યનું અર્થતંત્ર પણ ટક ટકા ટક ટક છે. ગરમીની અસર પણ ઓછી છે. આ બાબત શીખવાડે છે કે ક્યારેય કુદરતી જળસ્ત્રોતો પર દબાણ ન કરો, તેની સારસંભાળ રાખો. ગરમીનો સામનો કરવાના મોરચે દેશના બીજા રાજ્યો ઓડિશાનું ઉદાહરણ લઈ શકે. આમ ગરમી છે અને તે સતત વધવાની જ છે, હવે તેનો સામનો કરવાનું રાજ્યોએ ફક્ત સામાન્ય લોકો પર ન છોડીને જનભાગીદારીની મદદથી તેના ઉકેલની દિશામાં પ્રયત્ન કરવો જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી