ભાવનગર/ ભાવનગર શહેરમાં થયેલા એકાઉન્ટ કાંડમાં કિશોર ખસિયાની ધરપકડ

ભાવનગર શહેરમાં ભોગ બનેલા ફરિયાદી અરવિંદભાઈ કંટારીયાએ 5 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. મોટા ખોખરા ગામનો વતની કિશોર……….

Gujarat

Bhavnagar News: ભાવનગર શહેરમાં થયેલા એકાઉન્ટ કાંડમાં કિશોર ખસિયાને વરતેજ પોલીસે ઝડપી લીધી છે. ખોખરા ગામ શખ્સે ફરિયાદીને લોનની લાલચ આપી છેતરપિંડી કરી હતી. પોલીસ ફરિયાદ બાદ વરતેજ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. કોર્ટમાં આરોપીને રજૂ કરતા આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ભાવનગર શહેરમાં ભોગ બનેલા ફરિયાદી અરવિંદભાઈ કંટારીયાએ 5 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. મોટા ખોખરા ગામનો વતની કિશોર ખસિયાએ ફરિયાદીને લોનની લાલચ આપી છેતરપિંડી કરી હતી. માહિતી મુજબ જરૂરી દસ્તાવેજો મેળવી બોગસ એકાઉન્ટ ખોલાવી બોગસ GST નંબર મેળવી એકાઉન્ટમાં નાણાંની હેરાફેરી કરી હતી.

આ બનાવ અંગે વરતેજ પોલીસે મુખ્ય આરોપી કિશોર ખસિયાની ધરપકડ કરી છે. અદાલતમાં આરોપીને રજૂ કરતા આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Pregnancy Test/બાવળામાં ગર્ભપરીક્ષણ કરતાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડોક્ટર પકડાયા

આ પણ વાંચો: Gujarat University News/ચાર વર્ષના વિલંબ પછી ગુજરાત યુનિ. NAAC માન્યતા પ્રાપ્તિ માટે અરજી કરશે

આ પણ વાંચો: વલસાડના ધરમપુરની સ્વામિનારાયણ હોસ્ટેલ વિવાદમાં