Not Set/ 7th Pay Commission : આ રાજ્યનાં કર્મચારીઓ અને પેન્શનરોને મળશે આ મોટો લાભ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે જૂનથી ડિસેમ્બર 2019 સુધી કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું બહાર પાડ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોદી સરકાર સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થું જાહેર કરી શકે છે. આ સિવાય ડીએમાં 5 ટકાનો વધારો પણ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. સરકારનાં આ […]

Business
salary in cash story 647 112316101714 1565936006 7th Pay Commission : આ રાજ્યનાં કર્મચારીઓ અને પેન્શનરોને મળશે આ મોટો લાભ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે જૂનથી ડિસેમ્બર 2019 સુધી કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું બહાર પાડ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોદી સરકાર સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થું જાહેર કરી શકે છે. આ સિવાય ડીએમાં 5 ટકાનો વધારો પણ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.

સરકારનાં આ પગલાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ભારે ફાયદો થશે. હાલમાં, મોંઘવારી ભથ્થાનો દર 12 ટકા છે અને જુલાઈ 2019 થી આ દર વધારીને 17 ટકા કરવામાં આવ્યો છે. બીજી તરફ, હિમાચલ પ્રદેશમાં, લગભગ 2.5 લાખ કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે હાલમાં હિમાચલ પ્રદેશમાં સાતમુ પગાર ધોરણ અમલમાં આવ્યુ નથી.

staff 7th Pay Commission : આ રાજ્યનાં કર્મચારીઓ અને પેન્શનરોને મળશે આ મોટો લાભ

હિમાચલ પ્રદેશનાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરે 73 માં સ્વતંત્રતા દિવસ પર રાજ્યનાં લગભગ 2.5 લાખ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારનાં આંકડા મુજબ, 31 માર્ચ 2017 સુધી રાજ્યમાં 1.75 લાખથી વધુ નિયમિત કર્મચારીઓ અને 42 હજાર બિન-નિયમિત કર્મચારી હતા.

છઠ્ઠા પગારપંચની ભલામણ મુજબ જુલાઈ 2019 થી પગાર લેનારા કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં પણ 10 ટકાનો વધારો થયો છે. ભારે મોંઘવારી વચ્ચે, લાખો કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતનાં સમાચાર છે. આપને જણાવી દઈએ કે, જૂન 2019 માટે મોંઘવારીનાં આંકડા જાહેર થયા પછી, જુલાઈ 2019 થી મોંઘવારી ભથ્થાનાં દર અંગેની અનિશ્ચિતતા પણ સમાપ્ત થઈ ગઈ છે.

7th pay commission 1563640743 1564494911 7th Pay Commission : આ રાજ્યનાં કર્મચારીઓ અને પેન્શનરોને મળશે આ મોટો લાભ

સાતમાં પગારપંચની ભલામણોનાં અમલ બાદ ડી.એ.માં આ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. જુલાઈ 2016 માં 2%, જાન્યુઆરી 2017 માં 2%, જુલાઈ 2017 માં 2%, જાન્યુઆરી 2018 માં 2%, જુલાઈ 2018 માં 2%, જાન્યુઆરી 2019 માં 3% અને જુલાઇ 2019 થી હાલનાં 12% મોંઘવારી ભથ્થામાં 5% વધારવામાં આવશે. જુલાઈ 2019 થી, મોંઘવારી ભથ્થાનો દર 17 ટકા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.