Not Set/ ઉત્તરાખંડ ગ્લેશિયર ઘટનામાં 8 લોકો લાપતા

ગ્લેશિયર ઘટનામાં હજુ પણ 8 લોકો લાપતા છે

India
uttttttt ઉત્તરાખંડ ગ્લેશિયર ઘટનામાં 8 લોકો લાપતા

ઉત્તરાખંડના ચમોલી વિસ્તારના ચીન અને તિબેટ બોર્ડર પાસે સુમનામાં હિમપ્રપાત થયો હતો.  આ ઘટનામાં બીઆરઓનાં કેમ્પ નાશ થઇ ગયા હતા. ગત 23 એપ્રિલના રોજ હિમપ્રપાતની ઘટનામાં 10 લોકોનામોત થયા. આ ઘટના સ્થળે બીઆરઓનાં મજૂર શિબિરમાં 402 લોકો હતાં. હજુ પણ 8 લોકો લાપતાં છે. જેના માટે રાહતના કાર્ય પૂરજાેશમાં ચાલી રહ્યુ છે. ભારતીય સેનાના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. ત્યાં બચાવ અને રાહતનું કામ આજેપણ ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચમોલી જિલ્લાાના ભારત ચીન સરહદ પાસે સમિનામાં બીઆરઓ કેમ્પ પાસે ગ્લેશિયર તૂટીને મલારી સુમના રોડ પર આવી પડયો  હતાે. જેનાથી ઘણું નુકશાન થયું હતું. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે ઘટનાનું હવાઇ નિરીક્ષણ કર્યું હતુ. આ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.