આનંદો/ ૯.૩૮ લાખ કર્મચારીઓ-પેન્શનર્સને મળશે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો

તા-૦૧-૦૧- ૨૦૨૨થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે

Top Stories Gujarat Others
આનંદો

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી  અંદાજે કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારાથી જે સાત મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર ,જાન્યુઆરી થી માર્ચ ના તફાવતની રકમનો પ્રથમ હપ્તો  ઑગસ્ટ ૨૦૨૨ના પગાર સાથે  તેમજ એપ્રિલ થી જૂન ના તફાવતની રકમ સેપ્ટેમ્બર ૨૦૨૨ ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકોટબર-૨૦૨૨ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને  અંદાજે વાર્ષિક રૂપિયા ૧૪૦૦ કરોડનું નાણાકીય ભારણ વધશે.

આ પણ વાંચો : સંભાળજો! નાગરિકધર્મ ચુકશો તો રાષ્ટ્રની ગરિમાને ઠેસ પહોંચશે | ઉજવણી કરજો પરંતુ આમાન્યા જરૂર જાળવજો