Ahmedabad News : અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કાયદા અને ટ્રાફિક નિયમોના ખુલ્લા ભંગ કરતા સોશિયલ મીડિયામાં ત્રણ વીડિયો (Video)વાઈરલ થયા છે. સિંધુભવન રોડ અને એસજી હાઈવે પરથી સામે આવેલા આ વીડિયોમાં યુવતીઓ વચ્ચે જાહેરમાં મારામારી, ચાલુ બાઈકે જોખમી સ્ટંટ અને એક્ટિવા પર કપલ દ્વારા જોખમી ડ્રાઈવિંગ જોવા મળ્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા ત્રણેય ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
ચાલુ બાઈકે યુવકનો જોખમી સ્ટંટનો વિડીયો(Video) વાયરલ

અમદાવાદના જાણીતા સિંધુભવન રોડ પર રાત્રી દરમિયાન સ્પોર્ટ્સ બાઈક પર બે યુવકો સવાર હતા. વીડિયો (Video)માં બાઈકચાલક ચાલુ ગાડીએ સીટ ઉપર ઊભો રહી હાથ છોડીને જોખમી સ્ટંટ કરતો જોવા મળે છે. આ ઘટનાએ ટ્રાફિક નિયમોની ગંભીર અવગણના દર્શાવી છે. વીડિયો વાયરલ થતા ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.
સિંધુભવન રોડ પર ચાર યુવતીઓ વચ્ચે જાહેરમાં મારામારી
31 ડિસેમ્બરને લઈ સિંધુભવન રોડ પર લાઇટિંગ અને સેલ્ફી પોઈન્ટને કારણે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તે દરમિયાન ચાર યુવતીઓ વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. વીડિયોમાં યુવતીઓ વાળ પકડીને એકબીજા પર હુમલો કરતી જોવા મળે છે. જાહેર સ્થળે બનેલી આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
એસજી હાઈવે પર એક્ટિવા પર કપલનું જોખમી ડ્રાઈવિંગ
અમદાવાદના એસજી હાઈવે પર એક યુવક યુવતીને આગળ બેસાડી પોતાની તરફ મોઢું રાખી જોખમી રીતે એક્ટિવા ચલાવી રહ્યો હતો. આ રીતે ડ્રાઈવિંગ કરવાથી અન્ય વાહનચાલકો માટે પણ અકસ્માતનો ભય ઊભો થયો હતો. વીડિયો (Video)વાયરલ થતાં અમદાવાદ ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રતિક્રિયા
ડીસીપી (પશ્ચિમ) ભાવના પટેલે જણાવ્યું હતું કે, સિંધુભવન રોડ અને એસજી હાઈવેના ત્રણેય વાઈરલ વીડિયો (Video) અંગે તપાસ ચાલી રહી છે અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
