Surat News: સુરતમાં વ્યાજખોરો પર લગામ લગાવવા પોલીસે ખાસ અભિયાન શરૂ કર્યું. પોલીસ આ ખાસ અભિયાન હેઠળ વ્યાજખોરોએ પચાવી પાડેલી પ્રોપર્ટી પરત કરશે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે વ્યાજખોરોનો ભોગ બનેલાને પ્રોપર્ટી પરત આપવામાં આવશે. સુરત શહેરમાં સીટી લાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં “વ્યાજખોરીના દુષણ સામે રોક” અભિયાન હેઠળ 23 જેટલા પીડિત લોકોને નાણાં પરત અપાશે. વ્યાજ ખોરની ફરિયાદ સામે પીડિત પરિવારને છુટકારો મળશે.
જણાવી દઈએ કે ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસ દૂર કરવા રાજ્ય સરકારે મહત્વનો પ્રયાસ હાથ ધર્યો છે. રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાઈ છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા નિર્દોષ નાગરિકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાવવા “વ્યાજખોરીના દુષણ સામે રોક” અભિયાન હાથ ધરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદશન હેઠળ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી આ અભિયાન હેઠળ સુરત શહેરના નિર્દોષ નાગરિકોને તેમની પ્રોપર્ટી પરત કરાશે. રાજ્ય સરકારના આદેશ બાદ ગુજરાત પોલીસે આ ખાસ અભિયાન ચાલુ વર્ષના જૂન મહિનાની 21 તારિખે શરૂ કર્યું હતું. અને આ અભિયાનમાં રાજ્યભરના તમામ જીલ્લા, શહેર અને તાલુકા સ્તર સુધી કામગીરી કરતાં નાણાં ધીરધાર અધિનિયમ-2011 હેઠળ ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. જૂન મહિનાના અંતમાં શરૂ થયેલ આ સ્પેશિય ડ્રાઈવ જુલાઈ મહિનાની 31 તારીખ સુધી ચાલુ રહેશે.
મહત્વનું છે કે આજે લોકો આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા જેવા કિસ્સા વધી રહ્યા છે. વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલા નિર્દોષ લોકો આત્મહત્યા જેવા અંતિમ પગલું લે છે. રાજ્યમાં રોજબરોજ આવા કિસ્સાઓ વધતા સરકાર દ્વારા વ્યાજખોરો પર આ અભિયાન હેઠળ લગામ લગાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર પોલીસને આ સ્પેશિયલ ડ્રાઈવ પર કડક કામગીરીના આદેશ અપાયા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: જૂનાગઢના કેશોદમાં બડોદરી નદીનો કહેર, રોડ રસ્તા અને ખેતરોનું ધોવાણ
આ પણ વાંચો: દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું
