Rajkot News/ નાની ઉંમરે મોટી બીમારીઓ! રાજકોટમાં બાળકોને હાર્ટ–કિડની સહિત ગંભીર બીમારીઓ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 90થી વધુ આંગણવાડી અને સ્કૂલોમાં કરવામાં આવેલા હેલ્થ ચેકઅપમાં ચિંતાજનક વિગતો સામે આવી છે. 2.90 લાખથી વધુ બાળકો (Children)ની તપાસમાં હાર્ટ, કિડની અને કેન્સર સહિતની ગંભીર બીમારીઓના કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે માતા-પિતાને સાવચેતી રાખવાની અપીલ કરી છે.

Top Stories Gujarat Rajkot
Children

Rajkot Children Health Report : રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય ચકાસણી યોજના અંતર્ગત કરવામાં આવેલા વ્યાપક હેલ્થ ચેકઅપમાં ચિંતાજનક વિગતો સામે આવી છે. શહેરની 90થી વધુ આંગણવાડી અને સ્કૂલોમાં અભ્યાસ કરતા આશરે 2.90 લાખથી વધુ બાળકો(Children)ના સ્વાસ્થ્ય પરીક્ષણ દરમિયાન અનેક ગંભીર બીમારીઓના કેસ નોંધાયા છે.  પ્રાથમિક ચકાસણીમાં જાણવા મળ્યું છે કે રાજકોટના 164 બાળકો (Children)માં હાર્ટની તકલીફ, 43 બાળકોમાં કિડનીની સમસ્યા, 6 બાળકોમાં લીવર સંબંધિત બીમારી અને 31 બાળકોમાં કેન્સર જેવા ગંભીર રોગોની શંકા સામે આવી છે. આ તમામ બાળકોને આગળની સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલોમાં અને જરૂર જણાય તો અમદાવાદની ઉચ્ચ સારવાર સુવિધા ધરાવતી હોસ્પિટલોમાં રેફર કરવામાં આવશે.

1 એપ્રિલથી 23 ડિસેમ્બર સુધીના આંકડા

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી 1 એપ્રિલ 2025થી 23 ડિસેમ્બર 2025 દરમિયાનની છે. આ સમયગાળા દરમિયાન અલગ-અલગ મેડિકલ ટીમો દ્વારા આંગણવાડી અને સ્કૂલ સ્તરે બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશએ માહિતી આપતા જણાવ્યું કે, આ હેલ્થ ચેકઅપ દરમિયાન કુલ 270થી વધુ બાળકોમાં જુદી જુદી બીમારીઓની શંકા નોંધાઈ છે. પ્રાથમિક રિપોર્ટ બાદ આવા બાળકો (Children)ને તાત્કાલિક વધુ તપાસ અને સારવાર માટે યોગ્ય મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવે છે.

 

બાળકો (Children) ના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી

છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરમાં ગંભીર બીમારીઓ અને હાર્ટ સંબંધિત સમસ્યાઓના કેસ વધતા જઈ રહ્યા છે. આવા સંજોગોમાં બાળકોના હેલ્થ ચેકઅપ દરમિયાન સામે આવેલી આ વિગતો આરોગ્ય વિભાગ માટે પણ ચેતવણીરૂપ સાબિત થઈ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા માતા-પિતાને અપીલ કરવામાં આવી છે કે બાળકોને જંકફૂડથી દૂર રાખી પૌષ્ટિક અને સંતુલિત આહાર અપાવવો જોઈએ, જેથી ભવિષ્યમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટનીસમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો આક્રોશ, ભોજનની નબળી ગુણવત્તા અને પ્રાથમિક સુવિધાઓના અભાવે ઉગ્ર વિરોધ

આ પણ વાંચો:દેશનો સૌથી મોટો સાયબર ફ્રોડ ઝડપાયો! ભાવનગરથી ચાલતું હતું ₹719 કરોડનું રેકેટ

આ પણ વાંચો:ભાવનગરમાં 1 કરોડથી વધુના સાયબર ફ્રોડ કેસનો આરોપી ઝડપાયો