Dahod Child Abuse Case : દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કલ્યાણપુરા ગામમાં માનવતાને શરમાવનાર અને સમગ્ર સમુદાયને આઘાતમાં મૂકનાર એક ભયાનક ઘટના બની છે. અહીં, માત્ર 13 વર્ષીય એક બાળકી સાથે તેના જ કુટુંબી ભાઈએ એટલું ઘાતકી કૃત્ય કર્યું કે, સાંભળતા જ કોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય.
બાળકી (Child)ને નિર્જન ડુંગર લઈ ગયો
મળતી માહિતી પ્રમાણે, આ કિસ્સો ત્યારે બન્યો જ્યારે પીડિત બાળકી (Child) ને તેના મામાના ઘરે મોકલવાની વાત હતી. આ દરમિયાન તેના કૌટુંબિક ભાઈએ પરિવારને વિશ્વાસમાં લઈને બહેનને સુરક્ષિત રીતે પહોંચાડવાનો બહાનું બનાવી, પોતે સગીરાને લઈ ગયો. પરંતુ રસ્તામાં જ આ ભાઈનો મકર અને ભયાનક સ્વભાવ સામે આવ્યો. બાળકીને લઈને તે કલ્યાણપુરા ગામના જંગલમાં આવેલા એક નિર્જન ડુંગર પર ગયો.
બાળકીએ બૂમાબૂમ કરી
જ્યાં નિર્જન જગ્યાનો લાભ લઈ તેણે માસૂમ બાળકી (Child) સાથે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ પોતાને નરાધમ ભાઈના ચુંગલમાંથી બચવા માટે જોરજોરથી મદદની બૂમાબૂમ કરી, જેના અવાજને સાંભળી નજીકના ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા. સ્થાનિકોની ઉપસ્થિતિ જોઈને આરોપી ફરાર થઈ ગયો, જ્યારે લોકોએ બાળકીને સલામત રીતે બચાવીને પોલીસને જાણ કરી.

પોલીસે આરોપીની કરી અટકાયત
સંજેલી પોલીસ ઘટનાની ગંભીરતા જોઈને તાત્કાલિક કાર્યરત થઇ. પોલીસે વિવિધ ટીમો બનાવી પીડિતની મદદથી ફરિયાદનું નિરીક્ષણ શરૂ કર્યું. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને, તપાસકારોએ ગણતરીના કલાકોમાં જ નરાધમ ભાઈને પકડી કાયદેસરી કાર્યવાહી શરૂ કરી.
આ ઘટના માત્ર પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને આઘાતમાં મૂકનાર છે. આવી કૃત્યો માનવતાના મર્યાદા પાર કરે છે અને સમાજમાં સુરક્ષાની ગંભીર ચિંતાઓ ઉભી કરે છે.
અહેવાલ પ્રમાણે, આરોપી સામે પુરાવા એકત્ર કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સંજેલી પોલીસ સમગ્ર મામલે તપાસ ચાલુ રાખી છે. સ્થાનિક લોકો સહિત શિક્ષણ અને સમાજિક સંસ્થાઓને પણ બાળકોના સુરક્ષા મુદ્દે જાગૃત રહેવાની જરૂર છે.
આ પણ વાંચો: દાહોદ જિલ્લા પોલીસમાં મોટા પાયે ચીપાયો બદલીનો ગંજીપો
આ પણ વાંચો: દાહોદમાં જૂથ અથડામણ, 5 રાઉન્ડ ફાયરિંગ: બે જણા ઘાયલ
આ પણ વાંચો: દાહોદ પોલીસનો સપાટો 72 લાખનો વિદેશી દારૂ-બીયર જપ્ત કર્યો
