Gir Somnath News/ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગજેન્દ્રસિંહ શેખાવતની બેઠક

વડાપ્રધાનના Somnath કાર્યક્રમની તૈયારીઓ બાબતે સમિક્ષા કરતાં કેન્દ્રીય મંત્રી

Gujarat Gandhinagar
Somnath

Gir Somnath News : દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગની ભૂમિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.10 અને તા.11 મી જાન્યુઆરીના રોજ ‘સોમનાથ (Somnath) સ્વાભિમાન પર્વ’ માં સહભાગી થવા માટે પધારવાના છે, ત્યારે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વડાપ્રધાનના સોમનાથ પ્રવાસ અને શૌર્ય યાત્રાના રૂટ સહિત વિવિધ કાર્યક્રમો અંગે સ્થળ સમિક્ષા કરી અન્ય તૈયારીઓની વિગતો મેળવી હતી.

વડાપ્રધાનના સોમનાથ પ્રવાસ અને શૌર્ય યાત્રાના રૂટ સહિત વિવિધ કાર્યક્રમો અંગે સ્થળ સમિક્ષા કરી

 

કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીએ સોમનાથ (Somnath) મહાદેવને શીશ ઝૂકાવ્યા બાદ સાગર દર્શન ખાતે એક બેઠક યોજી અને ‘સોમનાથ (Somnath) સ્વાભિમાન પર્વ’ અંતર્ગત તા.8, 9 અને 10ના રોજ યોજાનાર વિવિધ કાર્યક્રમો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અન્ય તૈયારીઓ વિશે ઝીણવટપૂર્વકની માહિતી મેળવી હતી.

સાગર દર્શન ખાતેની બેઠક પૂર્ણ થયા પછી કેન્દ્રીય મંત્રીએ શૌર્ય યાત્રાના રૂટ શંખ સર્કલથી હમીરજી ગોહિલ પ્રતિમા થી મંદિર પરિસર સહિતના સ્થળોએ મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કર્યું હતું.

સોમનાથ (Somnath) એ દેશના કરોડો લોકો માટે આસ્થાનું પ્રતીક છે

સોમનાથ (Somnath) એ દેશના કરોડો લોકો માટે આસ્થાનું પ્રતીક છે

કેન્દ્રીય મંત્રી જેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ (Somnath) એ દેશના કરોડો લોકો માટે આસ્થાનું પ્રતીક છે. સોમનાથ એ અવિનાશી-શાશ્વત સનાતન સંસ્કૃતિ અને અતૂટ આસ્થાનું પ્રતિક છે. તલવારની તાકાત પર સનાતનને મિટાવવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ એમાં નિષ્ફળતા મળી અને સનાતનની શક્તિમાં ઉત્તરોતર વધારો થતો રહ્યો છે.

ગઝનવીએ સોમનાથ પર આક્રમણ કર્યું પરંતુ વિદ્વંશ સામે નિર્માણની તાકાત જીતી ગઈ, સોમનાથ (Somnath) પર આટઆટલા આક્રમણ પછી પણ એ સનાતન, અખંડ અને અવિનાશી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી ભવિષ્યની પેઢીને પણ સનાતન સંસ્કૃતિની-ભારતની પ્રાચીન ધરોહર ની ઓળખ મળે, વીરોના બલિદાન યોગદાનની ગાથા ની જાણકારી મળે એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે. એમ મંત્રીએ ઉમેર્યું હતું.

સોમનાથ (Somnath) પર આટઆટલા આક્રમણ પછી પણ એ સનાતન, અખંડ અને અવિનાશી રહ્યું છે

સોમનાથ (Somnath) પર ગઝનવીના આક્રમણના 1000 વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના 75 વર્ષનો સુભગ સમન્વય સધાયો છે. જે તાકાતો એ ભારતમાં અવિનાશી ચેતનાને મિટાવવાની કોશિશ કરી હતી, એમના પ્રયાસો સદંતર નિષ્ફળ રહ્યાં. આમ સોમનાથ એ અતૂટ આસ્થાનું કેન્દ્ર અને સાંસ્કૃતિક ધરોહરોનું પુન: જાગરણનું કેન્દ્ર બન્યું છે.

ઉલ્લેખનીય છે કે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત તા.8, 9 અને તા.10 દરમિયાન ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત શોર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

આ પણ વાંચો:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

આ પણ વાંચો:સોમનાથ સ્વાભિમાન પર્વ 2026: PM મોદીના આગમન સાથે ગુજરાતમાં ભવ્ય ઉજવણી