Rajkot News/ રાજકોટ જિલ્લામાં ભૂકંપનો ફફડાટ! માત્ર 6 કલાકમાં 11 આંચકાથી ધરતી હચમચી, શાળાઓમાં અપાઈ રજા

રાજકોટના જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં આજે 6 કલાકમાં 11 વખત ભૂકંપના આંચકા આવ્યા છે. Earthquakeને કારણે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.

Top Stories Gujarat Rajkot
Earthquake

Earthquake in Rajkot: સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આજે કુદરતી પ્રકોપ જેવી સ્થિતિ સર્જાઈ છે. શુક્રવારની વહેલી સવારથી જ જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં સતત ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. માત્ર 6 કલાકના ગાળામાં 11 વખત આંચકા અનુભવાતા લોકોના જીવ પડીકે બંધાયા છે. સાવચેતીના ભાગરૂપે ધોરાજી તથા જેતપુરની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

સવારના 6 થી 12: સતત ધ્રૂજતી રહી ધરતી

Earthquake in Rajkot અંગે ઈન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલૉજિકલ રિસર્ચ (ISR) દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, આજે 9 જાન્યુઆરીના રોજ સવારે 6:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ 11 આંચકા નોંધાયા છે.

સૌથી મોટો આંચકો: સવારે 6:19 કલાકે રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતાનો શક્તિશાળી આંચકો અનુભવાયો હતો.

અન્ય આંચકા: ત્યારબાદ પણ એક કલાક સુધી સતત હળવા આંચકા ચાલુ રહ્યા હતા. છેલ્લે બપોરે પોણા 12 વાગ્યાની આસપાસ પણ ધરતી ધ્રૂજી હોવાનું નોંધાયું છે.

ગઇકાલ રાતથી જ સીલસીલો શરૂ

Earthquakeનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી આશરે 27 થી 30 કિમી દૂર પૂર્વ-ઉત્તરપૂર્વ દિશામાં જમીનથી 6.1 થી 13.6 કિમીની ઊંડાઈએ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે આંચકાનો આ સીલસીલો ગઇકાલે રાત્રે 8:43 વાગ્યે આવેલા 3.3ની તીવ્રતાના આંચકાથી શરૂ થયો હતો, જે આજે વહેલી સવારથી વધુ વેગ પકડ્યો છે.

Earthquake

શાળાઓ બંધ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

વારંવાર આવતા આંચકાને કારણે વાલીઓ અને શાળા સંચાલકોમાં ચિંતા જોવા મળી હતી, જેના પગલે જેતપુર અને ધોરાજી પંથકની અનેક શાળાઓમાં તાત્કાલિક રજા જાહેર કરવામાં આવી છે. લોકો પોતાના જીવ બચાવવા ઘર અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે આ ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી.

ભૂકંપ સમયે શું કરવું? 

રાજકોટમાં સતત આવી રહેલા આંચકાઓને જોતા, દરેક નાગરિકે નીચે મુજબની સાવચેતી રાખવી જરૂરી છે:

ગભરાશો નહીં: સૌથી પહેલા શાંત રહો અને ગભરાટમાં આમ-તેમ ન દોડો.

ઘરની બહાર નીકળો: જો તમે મકાનમાં હોવ અને શક્ય હોય, તો ખુલ્લા મેદાનમાં અથવા સુરક્ષિત સ્થાને જતા રહો.

ડ્રોપ, કવર અને હોલ્ડ: જો બહાર નીકળવું શક્ય ન હોય, તો મજબૂત ટેબલ કે પલંગ નીચે બેસી જાઓ અને માથાને હાથથી ઢાંકી દો.

લિફ્ટનો ઉપયોગ ટાળો: ભૂકંપના આંચકા સમયે ક્યારેય પણ લિફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો જ ઉપયોગ કરવો.

વીજળી અને ગેસ બંધ કરો: આંચકા અનુભવાય ત્યારે ઘરની મેઈન સ્વીચ અને ગેસ સિલિન્ડર બંધ કરી દેવા જોઈએ જેથી આગની દુર્ઘટના નિવારી શકાય.

કાચની વસ્તુઓથી દૂર રહો: બારીઓ, અરીસા અને કાચના કબાટથી દૂર ઊભા રહો.

અફવાઓથી બચો: સોશિયલ મીડિયા પર આવતી ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરો અને માત્ર સરકારી તંત્રની સૂચનાઓનું પાલન કરો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જાપાન અને ફિલિપાઈન્સમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા, નથી થયું નુકસાન

આ પણ વાંચો: ગુજરાતના કચ્છમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.4, કોઈ નુકસાનના અહેવાલ નથી

આ પણ વાંચો: મ્યાનમારમાં ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટનો માહોલ,ઘરોની બાર ભાગ્યા