Dharm & Bhakti: આચાર્ય ચાણક્ય (Chanakya)ને મહાન રાજનીતિજ્ઞ, અર્થશાસ્ત્રી અને શિક્ષણવિદ્ (Politician, Economist and Educationist) માનવામાં આવે છે. એમના અચૂક રામબાણ જેવા ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) અને અગાધ જ્ઞાન માટે પ્રસિદ્ધ હતા અને આજે પણ છે. કેટલાય લોકો ચાણક્યની નીતિઓને પોતાના જીવનમાં અનુસરીને સફળતા મેળવી રહ્યાં છે.

કહેવાય છે કે, ચાણક્યની નીતિઓ ((Chanakya Niti) અપનાવવી શરુઆતમાં કઠિન જણાય છે, પરંતુ જેણે પણ એને જીવનમાં વણી લીધી, એ સદા સુખી રહે છે. ચાણક્યના નીતિશાસ્ત્રમાં કઠિન સમય (Hard Times)માં કામ આવનારા સૂત્રો (Chanakya Niti Sutra) દર્શાવવામાં આવ્યા છે. ચાણક્યના મતે, દરેક વ્યક્તિએ આ પાંચ વસ્તુઓનો સંચય (Store) અવશ્ય કરવો જોઇએ જે જીવનના અઘરા સમય (Tough times)માં વ્યક્તિનું રક્ષણ કરે છે.
ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra): કઠિન સમય માટે આ 5 નો સંચય કરવો
ચાણક્યના મતે દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક કઠિન સમય આવે જ છે એ માટે આ 5 બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું જોઇએ. એ માટે કેટલાક નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) અહિં દર્શાવ્યા છે.

1. ધર્મ-
ચાણક્ય જણાવે છે કે, વ્યક્તિએ હંમેશાં અન્યોને મદદરુપ થવુ જોઇએ. યથાશક્તિ, સંભવ હોય એટલું ભલાઈમાં મન લગાવવું જોઇએ તથા ભગવાનની આરાધના કરવી જોઇએ. ચાણક્યનું કહેવુ છે કે, કઠિન સમયમાં વ્યક્તિને ધર્મ (Dharm) જ બચાવે છે.
2. અન્ન-
ચાણક્યનું કહેવુ છે કે, ઘરમાં કદી પણ અનાજ (Grain)ની કમી થવા દેવી નહિં. ઘરે કોઇ મહેમાન આવે તો એને ભોજન અવશ્ય કરાવવું જોઇએ. કહેવાય છે કે, આવુ કરવાથી ઘરમાં માતા લક્ષ્મી (Lakshmi)નો વાસ થાય છે.

3. ધન-
ચાણક્યના મતે, કઠિન પરિસ્થિતિમાં મનુષ્ય પાસે ધન (Wealth)નું હોવું અત્યંત આવશ્યક છે, જે તેને ઘણી તકલીફોમાંથી ઉગારી લે છે. તેથી દરેક વ્યક્તિએ ધનનો સંચય કરવો જોઇએ.
4. ગુરુનો ઉપદેશ-
ચાણક્યના મતે, પ્રત્યેક વ્યક્તિએ ગુરુના ઉપદેશ (Guru’s Teachings)નું અત્યંત ધ્યાનપૂર્વક શ્રવણ કરવું જોઇએ અને એને અનુલક્ષીને પોતાનુ કર્મ કરવું જોઇએ. ગુરુના ઉપદેશથી જીવનની સમસ્યાઓનો ઉકેલ અવશ્ય મેળવી શકાય છે, એવું ચાણક્યનું વિધાન છે.

5. ઔષધિ-
ચાણક્ય કહે છે કે, દરેક વ્યક્તિએ એના રોજીંદા જીવનમાં ઊભી થનારી શારીરિક તકલીફોને લગતી દવાઓ (Medicines)નો સંગ્રહ કરી રાખવો જોઇએ. તેઓના મતે, કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફ ઊભી થાય અને જો એની ઔષધિ આપવામાં ન આવે તો એના ગંભીર પરિણામો ભોગવવા પડે છે.
આ પણ વાંચો: ચાણક્ય…કૌટિલ્ય…ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિજ્ઞ…!
આ પણ વાંચો: હાથમાં આવેલું રાજ્ય છીનવાઈ ગયું ને વનવાસ મળ્યો, છતાં રામ કેમ હસ્યા? જાણો ભગવાન રામના જીવનનો આ પ્રેરક પ્રસંગ
આ પણ વાંચો: શા માટે મનાવવામાં આવે છે મકર સંક્રાંતિ…ભગવાન શ્રી રામ અને પતંગ ચગાવવા વચ્ચે શો સંબંધ છે?
