Patan News/ પાટણના સરસ્વતીમાં જૂથ અથડામણ: સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે ખેલાયો હિંસક ખેલ

Patanના સરસ્વતી તાલુકાના અઘાર ગામે અવરજવરના પ્રશ્ને બે જૂથો વચ્ચે તલવારો વડે હુમલો થયો. પોલીસે 14 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Gujarat Others Trending
Patan

Patan News: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા અઘાર ગામે અવરજવરના સામાન્ય પ્રશ્નને લઈને બે જૂથો સામસામે આવી ગયા હતા. સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા બંને પક્ષો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. આ અથડામણમાં તલવારો અને અન્ય ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Patan

Patanના અઘાર ગામમાં તણાવ

મળતી માહિતી મુજબ, Patanના અઘાર ગામે રસ્તા પર અવરજવર કરવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ એટલો વકર્યો કે બંને પક્ષના લોકો લાકડીઓ અને તલવારો જેવા હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. આ હિંસક અથડામણમાં બંને પક્ષે અનેક લોકો લોહીલુહાણ થયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે 14 લોકો સામે નોંધ્યો ગુનો

ઘટનાની જાણ થતા જ સરસ્વતી પોલીસનો કાફલો અઘાર ગામે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ મામલે બંને પક્ષની ફરિયાદોના આધારે કુલ 14 વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગામમાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમા 2 ટોળાઓ વચ્ચે જૂથ અથડામણ, થયો પથ્થરમારો

આ પણ વાંચો: સાબરકાંઠામાં તહેવાર સમયે જ જૂથ અથડામણ, હથિયારો સાથે કર્યો હુમલો

આ પણ વાંચો: અમરેલી: લીલીયાના સલડી ગામે જૂથ અથડામણ, નશાની હાલતમાં પહોંચેલો પોલીસકર્મી સસ્પેન્ડ