Ahmedabad News/ અમદાવાદમાં AMCની સજ્જડ કાર્યવાહી, જાહેર રોડ પર પાણીપુરીની લારીઓ પર તવાઈ

અમદાવાદમાં AMC દ્વારા જાહેર રસ્તાઓ પર ઊભી પાણીપુરી (Pani Puri)લારીઓ સામે ઝોનવાઈઝ ડ્રાઈવ શરૂ. એક જ દિવસે 60થી વધુ લારીઓ જપ્ત.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Pani Puri

Ahmedabad News:અમદાવાદમાં પાણીપુરી એટલે દરેકનું મનપસંદ સ્ટ્રીટ ફૂડ. પણ હવે આ મજા પર બ્રેક લાગી ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર રસ્તાઓ પર ઊભી રહેતી પાણીપુરી (Pani Puri)ની લારીઓ અને દબાણો સામે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરને દબાણમુક્ત અને સ્વચ્છ બનાવવાના ઉદ્દેશ્ય સાથે AMCની ઝોનવાઈઝ ડ્રાઈવ ચાલી રહી છે.

સૂત્રો અનુસાર, એક જ દિવસમાં 60થી વધુ પાણીપુરીની લારીઓ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ખાસ કરીને SG હાઈવે સહિત શહેરના 9 જુદા જુદા સ્થળોએ લારીઓ દૂર કરવામાં આવી છે. ઉત્તર ઝોનમાં જ અલગથી 14 લારીઓ સામે કાર્યવાહી નોંધાઈ છે. AMCના એસ્ટેટ વિભાગ અને હેલ્થ વિભાગના સ્ટાફ સંયુક્ત રીતે આ ડ્રાઈવ ચલાવી રહ્યા છે.

જાહેર રોડ પર ઊભી રહેતી (Pani Puri) લારીઓ પર AMCની તવાઈ

આ કડક પગલાં પાછળ મુખ્ય કારણ છે જાહેર સ્વાસ્થ્ય અને ટ્રાફિકની સમસ્યા. તાજેતરમાં ગાંધીનગરમાં ટાઈફોઈડ અને અન્ય પાણીજન્ય રોગોના કેસ વધ્યા બાદ અમદાવાદમાં પણ સતર્કતા વધારવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પાણીપુરી (Pani Puri) બનાવતા યુનિટ્સ ગટરની બાજુમાં, ગંદકી વચ્ચે અને અસ્વચ્છ પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા. AMCના ફૂડ અને આરોગ્ય વિભાગે તપાસમાં સડેલા બટાકા, કાળા તેલમાં તળેલી પુરી અને અશુદ્ધ પાણીનો ઉપયોગ જેવા ગંભીર મુદ્દા ઉજાગર થયા છે.


અત્યાર સુધીમાં પૂર્વ વિસ્તારના ત્રણ ઝોનમાં 152 પાણીપુરી (Pani Puri) સ્ટોલ અને પ્રોડક્શન યુનિટનું નિરીક્ષણ કરાયું છે. જેમથી 90ને સ્વચ્છતા નિયમોનું ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારવામાં આવી છે. અને 939 લારીઓને ક્લોરિનની ગોળીઓ વિતરિત કરવામાં આવી  છે. આ સિવાય અનેક જગ્યાએ અખાદ્ય સામગ્રી (જેમ કે 400 કિ.ગ્રા. બટાકા, 300 લીટર પાણી)નો નાશ કરાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં ફક્ત 20 રૂપિયાની માત્ર 6 પાણીપુરી આપી તો મહિલાએ રોડ વચ્ચે બેસી ધમાલ મચાવી