Gujarat Weather/ ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીનો પ્રકોપ, કેશોદમાં 8.1°C સૌથી નીચું તાપમાન 

ગુજરાતમાં શિયાળાની ઠંડી (Cold Wave) વધુ તીવ્ર બની છે. કેશોદમાં લઘુત્તમ તાપમાન 8.1°C નોંધાયું છે. IMD મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતા.

Top Stories Gujarat Breaking News
Cold Wave

Gujarat Weather: ગુજરાતમાં શિયાળાની ઠંડી (Cold Wave)એ આ વખતે જોર પકડ્યું છે. રાજ્યના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાન એક આંકડામાં ગગડ્યું છે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને કંપારી છોડાવી દીધી છે. હવામાન વિભાગ (IMD)ના તાજેતરના આંકડા અનુસાર, કેશોદ રાજ્યનું સૌથી ઠંડું સ્થળ રહ્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 8.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

શહેર

તાપમાન

શહેર

તાપમાન

કેશોદ 8.1°C ડીસા 11°C
કંડલા એરપોર્ટ 8.6°C ભુજ 12.4°C
નલિયા 9.2°C મહુવા 12.5°C
અમરેલી 9.4°C પોરબંદર 13.6°C
દીવ 10.3°C અમદાવાદ, વેરાવળ 14.5°C

Cold Wave

ગુજરાતમાં શીતલહેર (Cold Wave)

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં ઠંડી (Cold Wave) વધુ તીવ્ર છે, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાયું છે. પહાડી વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ ગઈ છે, જેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડા પવનોનો પ્રવાહ વધ્યો છે.દેશના ઉત્તર અને ઉત્તરપશ્ચિમ ભાગોમાં ઠંડીનું મોજું વધુ આકરું છે. દિલ્હીમાં આયાનગરમાં 2.9°Cનું સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે, જે ત્રણ વર્ષમાં સૌથી નીચું છે.

સફદરજંગમાં પણ 3-4°C આસપાસ રહ્યું છે. રાજસ્થાનના પિલાની અને અન્ય વિસ્તારોમાં તાપમાન શૂન્યની નજીક અથવા નીચે પહોંચ્યું છે, જ્યારે ગુરુગ્રામમાં 0.6°C સુધી ગયું હતું.IMD અનુસાર, ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં તાપમાનમાં 2-3°Cનો ઘટાડો થઈ શકે છે, ત્યારબાદ સ્થિર રહેશે. ઉત્તર ભારતમાં રાહત મળવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન