Ahmedabad News/ અમાઈરા અને નુમાઈરા પટેલ: ગોલ્ડ મેડલ અને ગૌરવની કહાણી

NG GROUP (Gallops)ના MD વરુણભાઈ પટેલ અને ઋજલ વરુણભાઈ પટેલની બેવ દીકરીઓ અમાઈરા પટેલ અને નુમાઈરા પટેલે રમતગમતના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરીને એક પ્રેરણાદાયક ઉદાહરણ ઉભું કર્યું છે.

Gujarat Ahmedabad
નાની ઉમર, મોટી સફળતા: અમાઈરા પટેલ-નુમાઈરા પટેલની સફર

Ahmedabad News: આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યાં બાળકો મોબાઈલ અને સ્ક્રીન સુધી સીમિત થઈ રહ્યા છે, ત્યાં NG GROUP (Gallops)ના MD વરુણભાઈ પટેલ અને ઋજલ વરુણભાઈ પટેલની બેવ દીકરીઓ અમાઈરા પટેલ અને નુમાઈરા પટેલે રમતગમતના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરીને એક પ્રેરણાદાયક ઉદાહરણ ઉભું કર્યું છે. પરિવારના મજબૂત સંસ્કાર, દાદા નગીનભાઈ પટેલના આશીર્વાદ, તેમજ ગુણીજન, વડીલો અને મિત્રોના સતત સહયોગથી આ બંને દીકરીઓએ કરાટેના ક્ષેત્રમાં સતત સફળતા પ્રાપ્ત કરી છે.

Amira & Numaira Patel

અમાઈરા પટેલ: શિસ્ત અને સમર્પણની ઓળખ

માત્ર 12 વર્ષની ઉમરે, અમાઈરા પટેલે કરાટેના સોલો પરફોર્મન્સ કેટેગરીમાં રાજ્યથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો લોખંડ મનાવ્યો છે. તેણે સ્ટેટ લેવલ,નેશનલ લેવલ,ખેલ મહાકુંભ,ઈન્ડો–શ્રીલંકન ગેમ્સમાં પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાની મહેનત અને આત્મવિશ્વાસનો પરચમ લહેરાવ્યો છે. અમાઈરાની સફળતા એ સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન અને અવિરત પ્રયત્નો હોય તો નાની ઉમર કોઈ અવરોધ નથી.

Amira Patel

નુમાઈરા પટેલ: નાની ઉમર, મોટી ઉડાન

માત્ર 8 વર્ષની ઉમરે, નુમાઈરા પટેલે પણ પોતાની મોટી બહેનની જેમ કરાટેના સોલો પરફોર્મન્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.  તેણે,સ્ટેટ લેવલ, નેશનલ લેવલ,ઈન્ડો–શ્રીલંકન ગેમ્સ માં ગોલ્ડ મેડલ મેળવીને એ સાબિત કર્યું છે કે પ્રતિભા ઉમર નથી જોતી, માત્ર તક અને પ્રોત્સાહન માંગે છે.

Numaira Patel

પરિવાર અને સંસ્કારનો સંયોજન

આ બન્ને દીકરીઓની સફળતા પાછળ માત્ર વ્યક્તિગત મહેનત જ નહીં, પરંતુ એક એવા પરિવારનું દ્રષ્ટિકોણ છે જે શિક્ષણની સાથે રમતગમત, શિસ્ત અને આત્મવિશ્વાસને પણ સમાન મહત્વ આપે છે. NG GROUP (Gallops) પરિવાર માટે આ સિદ્ધિઓ માત્ર મેડલ નથી, પરંતુ આવનારી પેઢી માટેનું મૂલ્યવાન રોકાણ છે.

સમાજ માટે પ્રેરણા

અમાઈરા અને નુમાઈરાની આ સફર આજે અનેક માતા-પિતાઓ અને યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે. તેમની સફળતા એ સંદેશ આપે છે કે યોગ્ય માર્ગદર્શન, પરિવારનો સહકાર અને સતત પરિશ્રમથી વૈશ્વિક સ્તરે પણ ઓળખ બનાવી શકાય છે. આ બંને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે NG GROUP (Gallops) પરિવારને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ટુર્નામેન્ટ ‘ વોવિનમ’ માં ધ્રુમા પાઠકને મળ્યો ‘ગોલ્ડ’

આ પણ વાંચો:સુરતની 7 વર્ષની દીકરીનો વર્લ્ડ ચેસમાં ડંકો, અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં જીત્યો સુવર્ણ તાજ, વિશ્વ લેવલે ગુજરાતનું નામ ગુંજ્યું

આ પણ વાંચો:અમદાવાદના બુલેટ ટ્રેન સ્ટેશન પર કોન્કોર્સ લેવલનું કામ પૂરું