Rajkot News/ ગોંડલ–આટકોટ હાઈવે પર કાર પુલ નીચે ખાબકી, આગમાં બે લોકો જીવતા ભુંજાયા

રાજકોટ જિલ્લાના ગોંડલ–આટકોટ હાઈવે પર વહેલી સવારે હૃદયવિદારક અકસ્માત (Accident) સર્જાયો. હ્યુન્ડાઈ ઓરા કાર પુલ નીચે ઊંધી પડી આગમાં સળગી ગઈ છે.

Top Stories Gujarat Rajkot Breaking News
Accident

Rajkot News:રાજકોટ જિલ્લાના ગોંડલ-આટકોટ હાઈવે પર વહેલી સવારે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો છે.મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે આવેલા પુલ નીચે એક હ્યુન્ડાઈ ‘ઓરા’ કાર ઊંધી વળીને ખાબકી હતી, જેમાં તરત જ ભીષણ આગ ફાટી નીકળી. આ અકસ્માત (Accident)માં કારમાં સવાર બે વ્યક્તિઓને બહાર નીકળવાનો પણ મોકો મળ્યો નહીં અને તેઓ જીવતા ભુંજાઈ ગયા. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી ત્યારે કારમાં માત્ર બળીને રાખ થયેલા માનવ હાડપિંજર જ મળી આવ્યા હતા.

અકસ્માત (Accident) માં ગયા બે લોકોના જીવ 

પ્રાપ્ત વિગતો અનુસાર, વહેલી સવારે આ કાર પૂરઝડપે ચાલી રહી હતી. ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો, જેના કારણે કાર રોડથી નીચે ઉતરીને પુલ નીચે ઊંધી પડી ગઈ. અકસ્માત (Accident)ની તીવ્રતાએ કારમાં શોર્ટ સર્કિટ અથવા ઈંધણ લીકેજ થતાં તરત જ આગ ભડકી ઊઠી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે કારના બારણા ખોલવાની પણ તક મળી નહીં. બંને મુસાફરો અંદર જ અગનગોળામાં ફસાઈ ગયા.

ઘટનાની જાણ થતાં જ સાણથલી 108 એમ્બ્યુલન્સ સેવા, ગોંડલ ફાયર બ્રિગેડ અને 112 જનરક્ષક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર વિભાગે ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાર સુધીમાં કાર સંપૂર્ણપણે રાખ થઈ ગઈ હતી. તપાસ દરમિયાન કારની અંદર બે વ્યક્તિઓના બળીને કાળા પડી ગયેલા હાડપિંજર મળી આવ્યા,જે અકસ્માત (Accident)ની ભયાનકતાને દર્શાવે છે.

સ્થાનિક સૂત્રો અનુસાર, વહેલી સવારે હાઈવે પર ગાઢ ધુમ્મસ છવાયો હોવાથી વિઝિબિલિટી ખૂબ ઓછી હતી, બીજી તરફ ચાલકને લાંબી મુસાફરી દરમિયાન ઊંઘનું ઝોકું આવી ગયું હોવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ગોંડલ પોલીસે ઘટનાસ્થળે પંચનામું કર્યું છે અને અકસ્માત (Accident)માં મૃતકોની ઓળખ માટે DNA તપાસ સહિતની પ્રક્રિયા શરૂ કરી છે. કારના નંબર પ્લેટ અને એન્જિન નંબરના આધારે માલિક અને મુસાફરોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.


આ પણ વાંચો:જામનગર નજીક ઠેબા ગામ પાસે કાર પલ્ટી મારતા સર્જાયો ગોઝારો અકસ્માત

આ પણ વાંચો:રાજકોટ-મોરબી હાઈવે પર ભયાનક અકસ્માત, 2 બાળકોના મોત

આ પણ વાંચો:રાજકોટમાં વધુ એક અકસ્માત, અકસ્માત સર્જી BMW કારનો ચાલક ફરાર