Gandhinagar News/ ગુજરાતનો વૈશ્વિક ડંકો! વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

વર્ષ 2024માં ગુજરાત વિદેશી પ્રવાસીઓ માટે ત્રીજું સૌથી પસંદગીનું રાજ્ય (Gujarat Tourism) બન્યું છે. સોમનાથ, દ્વારકા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ વૈશ્વિક પ્રવાસીઓને આકર્ષ્યા.

Top Stories Gandhinagar Gujarat
Gujarat Tourism Ranking 2024

Gujarat Tourism Ranking 2024: ગુજરાત પ્રવાસન ક્ષેત્રે એક પછી એક નવા શિખરો સર કરી રહ્યું છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા વર્ષ 2024ના આંકડા મુજબ, વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત ભારતના ટોચના ત્રણ રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસને કારણે વૈશ્વિક સ્તરે ગુજરાતની પ્રતિષ્ઠા વધી છે.

ભારતના પ્રવાસન ક્ષેત્રમાં મોટી તેજી

વર્ષ 2024માં ભારતની મુલાકાતે આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં કુલ 99.5 લાખ વિદેશી સહેલાણીઓ દેશમાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કુલ સંખ્યા 2.05 કરોડ સુધી પહોંચી છે, જે વર્ષ 2019 (કોવિડ પહેલા)ની સરખામણીએ 14.85% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. પ્રવાસન ક્ષેત્રના આ અભૂતપૂર્વ વિકાસને કારણે વર્ષ 2023-24માં 8.46 કરોડ લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે.

Gujarat Tourism Ranking 2024:

ગુજરાત વિદેશીઓનું ત્રીજું સૌથી પસંદગીનું રાજ્ય

સૌથી વધુ વિદેશી પ્રવાસીઓના આગમન બાબતે ટોચના પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ પછી ગુજરાત ત્રીજા ક્રમે રહ્યું છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો ક્રમ આવે છે.

Gujarat Tourism Ranking 2024

પ્રવાસીઓના ફેવરિટ ડેસ્ટિનેશન

વિદેશી પ્રવાસીઓએ ગુજરાતના વારસા, પ્રકૃતિ અને આધુનિકતાના સંગમ સમાન વિવિધ આકર્ષણોની મુલાકાત લીધી હતી, જેમાં સોમનાથ જ્યોતિર્લિંગ અને દ્વારકાધીશ મંદિર જેવા ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેઓએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં એશિયાટિક સિંહો નિહાળ્યા હતા અને કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની પણ મુલાકાત લીધી હતી. પ્રવાસીઓએ કચ્છના સફેદ રણમાં રણોત્સવનો સાંસ્કૃતિક અનુભવ પણ માણ્યો હતો.

Gujarat Tourism Ranking 2024:

Gujarat Tourism: સફળતા પાછળના કારણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિઝનરી નેતૃત્વ હેઠળ અનેક યોજનાઓએ આ સફળતામાં ફાળો આપ્યો છે. ‘સ્વદેશ દર્શન 2.0’ જેવી યોજનાઓ, ઇકો ટુરિઝમ અને ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ જેવા આઇકોનિક પ્રોજેક્ટ્સે પ્રવાસીઓના અનુભવને વધુ સમૃદ્ધ બનાવ્યો છે.

ગુજરાતની આ ઉપલબ્ધિ માત્ર આંકડાકીય નથી, પરંતુ તે રાજ્યના સાંસ્કૃતિક ગૌરવ અને પ્રવાસન ક્ષેત્રે મજબૂત માળખાકીય સુવિધાઓનો પુરાવો છે.


આ પણ વાંચો: વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ (VGRC), મહેસાણા ખાતે ગુજરાત પ્રવાસનનું ભવ્ય પેવિલિયન સાકાર…

આ પણ વાંચો:VGRC – મહેસાણા ખાતે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સુમેળ સાધવા માટે બે પેનલ ડિસ્કશનનું આયોજન…

આ પણ વાંચો:રાજ્ય સરકારની નવતર પહેલ: ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ (VGRC)…9 મી ઓક્ટોબરે મહેસાણાથી શુભારંભ…