Surat News/ સુરતના સિટીલાઇટ વિસ્તારમાં લાગી આગ, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડતાં ભય

સુરતમાં હજી ઉનાળો શરૂ પણ થયો નથીને આગ લાગવાના બનાવો બનવા લાગ્યા છે. સિટીલાઇટ વિસ્તારમાં હજી હમણા જ બનેલી રુંગટા ઓસ્ટ્રિયા નામની બિલ્ડિંગ નીચે ભીષણ આગ લાગી છે.

Gujarat Top Stories Surat Breaking News

Surat News: સુરતમાં હજી ઉનાળો શરૂ પણ થયો નથીને આગ લાગવાના બનાવો બનવા લાગ્યા છે. સિટીલાઇટ વિસ્તારમાં હજી હમણા જ બનેલી રુંગટા ઓસ્ટ્રિયા નામની બિલ્ડિંગ નીચે ભીષણ આગ લાગી છે. આગના ગોટેગોટા દૂર સુધી નજરે પડતા આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.

આ આગ ખાસ કરીને બે બિલ્ડિંગની વચ્ચેના ભાગમાં આગની જ્વાળા જોવા મળી છે. આ ઘટનાની જાણ થતાં જ અગ્નિશામક દળની પાંચથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.