Ahmedabad City BJP Sangathan: ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના માળખામાં ફેરફારો બાદ આજે 14 ફેબ્રુઆરીના રોજ રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદ ભાજપના સંગઠનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે શહેર સંગઠનમાં નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, જેમાં મહામંત્રી તરીકે બે જાણીતા નામોની પસંદગી કરવામાં આવી છે.
યુવા અને અનુભવી ચહેરાઓને સ્થાન
અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી તરીકે યુવા નેતા અને પૂર્વ કોર્પોરેટર ગૌતમ કથીરિયા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. ગૌતમ કથીરિયા પૂર્વ વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતા નેતા માનવામાં આવે છે. તેમની સાથે શાહીબાગ વોર્ડના વર્તમાન કોર્પોરેટર જશુ ઠાકોરને પણ મહામંત્રીની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
BJP સંગઠનમાં નવો જોમ પુરાશે
14 ફેબ્રુઆરીના રોજ લેવાયેલા આ નિર્ણયથી આગામી સમયમાં ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી શકે છે. નવા નિમણૂક પામેલા મહામંત્રીઓ હવે શહેર પ્રમુખ સાથે મળીને સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરશે.



આ પણ વાંચો : વિધાનસભા સત્ર પહેલાં ભાજપમાં ચિંતા, ધારાસભ્યોને વધુ પ્રશ્નો પૂછવા કડક સૂચના
આ પણ વાંચો : રાજકોટ ભાજપ ઉપપ્રમુખ સોમા ભાલિયાનો ધૂણતો વીડિયો વાયરલ
આ પણ વાંચો : નવસારી ભાજપ સંગઠનમાં જુથવાદ, જલાલપોરના ચાર આગેવાનોનું રાજીનામું
