Bhavnagar News : ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ ખાતે રત્નકલાકારોના બાળકોને શૈક્ષણિક સહાય (Educational Assistance)વિતરણનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી તેમજ ઉર્જા રાજ્યમંત્રી અને ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશ અને દુનિયામાં પ્રથમ વખત ગુજરાત રાજ્ય સરકારે રત્નકલાકારો માટે વિશેષ પેકેજની જાહેરાત કરી છે. રત્નકલાકારોના દીકરા-દિકરીઓના અભ્યાસને સહાયરૂપ થવા માટે 14,400થી વધુ વિદ્યાર્થીઓને પ્રતિ વિદ્યાર્થી રૂ.13,000થી વધુની રકમ ચુકવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં યુ.એસ. સાથે થયેલી ટ્રેડ ડીલથી સૌથી વધુ લાભ હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગને થવાનો છે. આ ઉપરાંત ટ્રેડ ડીલના કારણે રાજ્યના લાખો વેપારીઓ માટે વેપારની નવી સંભાવનાઓ ખુલશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજરોજ ભાવનગરમાં શરૂ થયેલી ઈ-બસ સેવાથી સામાન્ય નાગરિકોને જાહેર પરિવહનમાં મહત્વપૂર્ણ સુવિધા મળશે. ઉપરાંત ભાવનગર શહેર માટે આશરે રૂ.509 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેના પરિણામે શહેરની આધારભૂત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે.
રત્નકલાકારોના બાળકોને શૈક્ષણિક સહાય(Educational Assistance)ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું

કાર્યક્રમ દરમિયાન અનેક રત્નકલાકારોના બાળકોને શૈક્ષણિક સહાય(Educational Assistance)ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક સહાય (Educational Assistance)થી રત્નકલાકારોના બાળકોને અભ્યાસમાં મહત્વપૂર્ણ મદદ મળશે તેમ ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું.
આ પ્રસંગે મેયર ભરત બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, ધારાસભ્ય સેજલબેન પંડયા અને શિવાભાઈ ગોહિલ, મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ, આગેવાન કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : અનાથ-નિરાધાર બાળકોને આર્થિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી, રોજગારી, તાલીમ, વિદેશ અભ્યાસ વગેરે બાબતોમાં રૂપાણી સરકાર સહાય કરશે
આ પણ વાંચો : સરકારી અને બિનસરકારી અનુદાનિત શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી…
આ પણ વાંચો : શાળા પ્રવેશોત્સવ-2025 બીજો દિવસ : મુખ્યમંત્રીએ ગાંધીનગરની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં ૧૯૭ બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
