Breaking News/ અરબી સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન, ગુજરાત ATS, ભારતીય કોસ્ટ ગાર્ડએ 200 કિલો ડ્રગ્સ સાથે 2 ઇરાની નાગરિકોને ઝડપી પાડ્યા

અરબી સમુદ્રમાં ગુજરાત ATS (Gujarat ATS) અને ઈન્ડિયન કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં 200 કિલો ડ્રગ્સ જપ્ત, 2 ઇરાની નાગરિકોની ધરપકડ. આરોપીઓને પોરબંદર લાવવામાં આવશે.

Top Stories Gujarat Breaking News
Gujarat ATS

Breaking News:અરબી સમુદ્રમાંથી ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા મધદરિયે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 200 કિલો ડ્રગ્સ સાથે 2 ઇરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, દરિયાઈ માર્ગે નશીલા પદાર્થોની હેરફેર થતી હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.ગુજરાતમાં એક મહત્વપૂર્ણ અને સફળ કાર્યવાહીમાં ગુજરાત ATS (Gujarat ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડ એ સંયુક્ત રીતે અરબી સમુદ્રમાં ડ્રગ્સને ઘુસાડવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.

Gujarat ATS એ ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

માહિતી અનુસાર ગુજરાત ATS (Gujarat ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્રારા પોરબંદરના દરિયાકાંઠેથી 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન, આ ડ્રગ્સની હેરાફેરી કરવામાં સામેલ બે ઈરાની ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. આ જથ્થો અરબી સમુદ્રમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો,આ જથ્થો ડ્રગ્સ પોરબંદર જેટી પર લાવવામાં આવશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

દરિયાઈ દેખરેખ સાથે સંકળાયેલી ચોક્કસ માહિતીના આધારે આ એક સુનિયોજિત કામગીરી હતી. “ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS (Gujarat ATS) દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં આટલો મોટો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ભારતમાં કોને પહોંચાડવાના હતા તે શોધવા માટે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.”


આ પણ વાંચો: ગુજરાત ATSનું મોટું ઓપરેશન, રાજસ્થાનમાંથી નશીલા દ્રવ્યો બનાવતી ફેક્ટરી ઝડપી

આ પણ વાંચો:ગુજરાત ATSની મોટી સફળતા, પાકિસ્તાન માટે જાસૂસી કરતું નેટવર્ક ઝડપાયું

આ પણ વાંચો:  ગુજરાત ATSની મોટી કાર્યવાહી, નવસારીમાંથી ફૈઝાન શેખની ધરપકડ