Mahisagar News/ મહીસાગરમાં PSI વિવાદ ફરી ચરમસીમાએ, પાંડરવાડામાં માર્ગ અવરોધ!

મહીસાગર જિલ્લામાં ફરી પોલીસ (Mahisagar Police) વિવાદ ઉછળ્યો. પાંડરવાડા ગામે PSI દ્વારા સરપંચ પતિને લાફો મારી અપશબ્દો બોલ્યાના આક્ષેપ બાદ ગ્રામજનોએ મુખ્ય માર્ગ રોકી વિરોધ કર્યો. પોલીસે અને આગેવાનો સમાધાનના પ્રયત્નોમાં, ભોગ બનનાર PSIની જાહેર માફીની માંગ પર અડગ.

Gujarat Others
Mahisagar Police પર ફરી પ્રશ્નચિહ્ન! PSIની જાહેર માફીની માંગ

Mahisagar News: મહીસાગર જિલ્લામાં એકવાર ફરી પોલીસ (Mahisagar Police) વર્તનને લઈને વિવાદ સર્જાયો છે. પાંડરવાડા ગામે એલસીબીના PSI દ્વારા સરપંચ પતિને લાફો મારી અપશબ્દો બોલાયા હોવાનો આક્ષેપ થતાં ગામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોએ મુદ્દાને લઈને મુખ્ય માર્ગ પર જમાવટ કરી રસ્તો અવરોધી દેતા વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

PSI દ્વારા અપમાનનો આક્ષેપ, ગ્રામજનોનો રસ્તા પર વિરોધ

શૈલેષ ડામોર, જે ગામના સરપંચના પતિ છે, તેમણે આક્ષેપ કર્યો છે કે તપાસ દરમિયાન PSI મકવાણાએ તેમને લાફો મારી અપશબ્દો બોલ્યા હતાં.આ ઘટનાથી ગ્રામજનો ગુસ્સે ભરાઈ ગયા અને બાબલીયા,રાજસ્થાનને જોડતો માર્ગ બાઈકો અને વાહનોની આડાશ રાખીને બંધ કરી દીધો.ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર બેસી ગયા હતાં.

વાહનચાલકો અને મુસાફરો અટવાયા

માર્ગ અવરોધને કારણે માર્ગ પર લાંબી લાઇનો લાગી ગઈ હતી. બાબલીયા માર્ગ રાજસ્થાન તરફ જવાની મહત્વની કડી હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતાં.

Mahisagar Policeઅગાઉ પણ વિવાદમાં

આ પહેલીવાર નથી કે મહીસાગર પોલીસ (Mahisagar Police) પર મારકૂટના આક્ષેપ થયા છે. અગાઉ બાલાસિનોરનાં સગીર સાથે મારપીટનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. તેના થોડા જ સમય બાદ સીટ બેલ્ટ મુદ્દે પાંડરવાડાના એક યુવાનને માર મારવામાં આવ્યો હોવાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આથી હાલની ઘટનાએ વધુ તીવ્રતા મેળવી છે.

સમાધાનના પ્રયત્નો ચાલુ, પરંતુ ભોગ બનનાર અડગ

સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો વચ્ચે સમાધાન માટે ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ શૈલેષ ડામોર પોતાને થયેલી હેરાનગતિને લઈને અડગ છે. તેમણે માર્ગ વચ્ચે ધરણા શરૂ કરી દીધા છે અને જણાવ્યું છે કે: “PSI મકવાણા જાહેરમાં માફી નહીં માગે ત્યાં સુધી આંદોલન બંધ નહીં કરું.”

પરિસ્થિતિ કાબૂમાં લાવવા પોલીસ,પ્રશાસનની દોડધામ

જાહેર માર્ગ પર અવરોધને કારણે તાત્કાલિક પોલીસ એક્શન લેવામાં આવ્યું છે.પરિસ્થિતિ શાંત રહે તે માટે તાલુકા અને જિલ્લામાંથી અધિકારીઓ પહોંચ્યા છે. આ મામલે આંતરિક તપાસની ચર્ચા પણ ચાલી રહી છે.


આ પણ વાંચો:મહીસાગરમાં લાઉડસ્પીકર વગાડી સુપ્રીમ કોર્ટના આદેશ ભંગ કરવા બદલ પોલીસનું એકશન

આ પણ વાંચો:અમદાવાદમાં ઓઢવ પોલીસની દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો

આ પણ વાંચો:સુરત ટ્રાફિક પોલીસની ક્રેઈનના કર્મચારીની દાદાગીરી આવી સામે