ViRosh Wedding: લાંબા સમયની અટકળો બાદ આખરે ‘નેશનલ ક્રશ’ રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડાના લગ્ન (Marriage) ની શરણાઈઓ વાગી રહી છે. આ ફેવરિટ કપલ, જેમને ફેન્સ પ્રેમથી ‘ViRosh’ કહીને બોલાવે છે, તેઓ પોતાના લગ્ન (Marriage) માટે રાજસ્થાનના તળાવોના શહેર ઉદયપુર પહોંચી ગયા છે. આવતીકાલથી ત્રણ દિવસ સુધી ચાલનારા આ ‘શાહી જલસા’ માં બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો હાજરી આપશે.
વીરોશ (ViRosh) નો ફર્સ્ટ લુક
લગ્નની વિધિઓ શરૂ થાય તે પહેલાં જ આ જોડીનો એરપોર્ટ પરનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બંને અત્યંત ખુશ અને રોયલ અંદાજમાં જોવા મળ્યા હતા. ઉદયપુરના લેક પેલેસમાં તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે.
નો ફોન પોલિસી (No Phone Policy)
લગ્નની પ્રાઇવસી જાળવવા માટે કપલે કડક નિયમો બનાવ્યા છે.
સુરક્ષા: લગ્નમાં આવતા તમામ મહેમાનો પાસેથી એન્ટ્રી વખતે જ ફોન લઈ લેવામાં આવશે.
કારણ: રશ્મિકા અને વિજય ઈચ્છે છે કે તેમના લગ્નના ફોટા કે વિડિયો તે પોતે જ ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કરે ત્યાં સુધી તે લીક ન થાય.
દિલ્હીથી ખાસ બેન્ડ અને શાહી તૈયારીઓ
લગ્નને યાદગાર બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
મ્યુઝિક: લગ્ન માટે દિલ્હીનું પ્રખ્યાત મ્યુઝિકલ બેન્ડ ઉદયપુર પહોંચી ગયું છે, જે ગુજરાતી, હિન્દી અને સાઉથના હિટ ગીતોથી મહેફિલ જમાવશે.
મેનુ: મહેમાનો માટે રાજસ્થાની અને સાઉથ ઇન્ડિયન વાનગીઓનું ખાસ ફ્યુઝન મેનુ તૈયાર કરવામાં આવ્યું છે.
ત્રણ દિવસની ધૂમ (Marriage)
આવતીકાલથી શરૂ થનારા આ લગ્ન પ્રસંગમાં કુલ 3 દિવસ સુધી અલગ-અલગ થીમ પર કાર્યક્રમો યોજાશે:
દિવસ 1: મહેંદી અને વેલકમ ડિનર.
દિવસ 2: પીઠી (હલ્દી ) ની વિધિ અને રાત્રે ભવ્ય સંગીત સેરેમની.
દિવસ 3: શાહી લગ્ન અને ગ્રાન્ડ રિસેપ્શન.
વિજય અને રશ્મિકાની જોડી હંમેશા પડદા પર હિટ રહી છે, અને હવે રિયલ લાઈફમાં પણ તેઓ એક (Marriage) થઈ રહ્યા છે ત્યારે તેમના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉદયપુરનો કિલ્લો આ ઐતિહાસિક લગ્ન (Marriage) નો સાક્ષી બનવા તૈયાર છે.
આ પણ વાંચો: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને મોટી રાહત, 150 કરોડના બિટકોઈન કૌભાંડ કેસમાં મળ્યા જામીન
આ પણ વાંચો: મારી કમરને ટચ કરી, અશ્લીલ ઇશારા…’,મૌની રોય સાથે બની શરમજનક ઘટના, ગુસ્સે ભરાયેલી એક્ટ્રેસનો વીડિયો વાયરલ
આ પણ વાંચો: શું 16 વર્ષની ઉંમરે ટીવી પર આપ્યા ઈન્ટિમેટ સીન્સ? આ પ્રખ્યાત અભિનેત્રીના રોમાન્સને જોઈને ફેન્સ ભડક્યા




