Gandhinagar News/ ગાંધીનગર મનપાનો કરદાતાઓને રાહત આપતો નિર્ણય

ગાંધીનગર મનપાએ સ્થાનિકોને રાહત આપતી ટેક્સ માફીની યોજના લાગુ કરી છે. તેના કારણે પહેલી માર્ચથી 31 માર્ચ સુધીમાં પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી કરનારાઓને 100 ટકા અને કોમર્સિયલને 50 ટકા રાહત આપવામાં આવી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
GMCનો કરદાતાઓને Property Taxમાં રાહત આપતો નિર્ણય

Gandhinagar News: ગાંધીનગર મનપા (GMC) એ કરદાતાઓને રાહત આપતો નિર્ણય લીધો છે. ગાંધીનગર મનપાએ જાહેરાત કરી છે કે પહેલીથી 31 માર્ચ વચ્ચે પ્રોપર્ટી ટેક્સ ભરનારને વ્યાજમાં રાહત મળશે. તેને રહેણાક મિલકત માટે 100 ટકા વ્યાજ માફીનો લાભ મળશે. જ્યારે બિનરહેણાક મિલકત માટે 50 ટકા વ્યાજ માફી મળશે. જો કે આ લાભ નાણાકીય વર્ષ 2025-26ના વેરા પર લાગું નહીં પડે.

ગાંધીનગર મ્યુનિ.નો (GMC)નો મહત્વનો નિર્ણય

ગાંધીનગર મનપાએ પ્રોપર્ટી ટેક્સ (Property Tax) બિલ બાકી હોય તેના માટે માફી યોજના અમલી બનાવી છે. ગાંધીનગરના રહેવાસીઓને રાહત આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં દુકાન ધરાવનારાઓ કે મિલકત ધરાવનારાઓને પણ આ રાહત મળશે તેમ તેઓએ જણાવ્યું હતું.

પ્રોપર્ટી ટેક્સ Property Tax

ગાંધીનગર મનપાને આશા છે કે આ પ્રકારની વેરાકીય માફીના કારણે પ્રોપર્ટી ટેક્સ (Property Tax)ની વસૂલાત માટે ફિલ્ડમાં નહીં ઉતરવું પડે. લોકો પેનલ્ટી અને વેરા માફીની યોજનાઓનો લાભ લઈને તેમનું બિલ ભરી દેશે. તેના કારણે ગાંધીનગર મનપાને પણ પ્રોપર્ટી ટેક્સ પેટે આવક થશે. ગાંધીનગર મનપા પ્રોપર્ટી ટેક્સની આ આવક આગામી નાણાકીય વર્ષમાં મનપાની બેઠકમાં દર્શાવશે.

ટીકાકારોનું અલગ મંતવ્ય

જો કે ટીકાકારો માને છે કે જે લોકોએ અત્યાર સુધી પ્રોપર્ટી ટેક્સ ભર્યો નથી તે લોકો ફક્ત માફીનો લાભ મેળવવા શું કામ ટેક્સ ભરે. વાસ્તવમાં જે લોકોની ટેક્સ ભરવાની માનસિકતા જ નથી તે લોકો ટેક્સ ભરવાના જ નથી. તેઓ દંડ પણ ભરવાના નથી. આ લોકો કાર્યવાહી થાય ત્યાં સુધી માનતા જ નથી. તેથી ગાંધીનગર મનપા કરચોરો પ્રત્યે ઉદાર બની હોવાનો દાવો તેમણે કર્યો હતો. તેમણે કર્યુ હતું કે ગાંધીનગર મનપાનું પગલું એક રીતે નિયમિત રીતે ટેક્સ ભરનારાઓને અન્યાય કરે છે. વાસ્તવમાં તો નિયમિત રીતે ટેક્સ ભરનારાઓને રાહત આપવી જોઈએ.

ગાંધીનગર મનપાના આ પ્રકારના પગલાંથી તો હવે જે લોકો પ્રોપર્ટી ટેક્સ ભરતા હશે તે પણ ટેક્સ ભરવાનું મુલતવી રાખશે. તેની સાથે તે મનપા આવું જ કોઈ પગલું ભરે તેની રાહ જોશે. વાસ્તવમાં તો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાની કાર્યવાહી નિયમિત થવી જોઈએ. કમસેકમ કોમર્સિયલ એસેટ્સ હોય કે દુકાનો હોય તેની પાસેથી તો નિયમિત રીતે ટેક્સ લેવો જોઈએ. તેને આ પ્રકારની રાહત ન આપવી જોઈએ.


આ પણ વાંચો: ગુજરાતના ગાંધીનગરના એક 65 વર્ષીય નિવૃત્ત શાળા શિક્ષકને કેન્દ્રીય તપાસ અધિકારીઓ તરીકે રજૂ કરીને સાયબર ફ્રોડ કરનારાઓ દ્વારા લગભગ

આ પણ વાંચો: Gandhinagar માં દૂષિત પાણીથી હાહાકાર, સાત વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો: Gandhinagarમાં પાણીની પાઇપલાઇનમાં લીકેજથી ટાઈફોઈડના કેસોમાં વધારો, સરકાર સક્રિય બની