Vadodara News/ “અમે હોટેલમાં કેદ છીએ”…મક્કામાં ફસાયા ગુજરાતના 700થી વધુ યાત્રાળુઓ, યુદ્ધની માઠી અસર

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને કારણે Mecca-મદીનામાં ગુજરાતના 700થી વધુ ઉમરાહ યાત્રાળુઓ ફસાયા છે. ફ્લાઈટ્સ રદ થતા અને પૈસા ખૂટી જવાથી મુસાફરોની હાલત કફોડી બની છે.

Top Stories Gujarat Vadodara
Gujarati Pilgrims Stuck in Mecca

Gujarati Pilgrims Stuck in Mecca: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની માઠી અસર હવે પવિત્ર ઉમરાહની યાત્રાએ ગયેલા ગુજરાતીઓ પર પડી રહી છે. હાલમાં ગુજરાતના આશરે 700થી 800 જેટલા યાત્રાળુઓ મક્કા-મદીનામાં ફસાયા છે. ફ્લાઈટ્સ રદ થવાને કારણે અને એરસ્પેસ બંધ થવાથી આ યાત્રાળુઓ વતનમાં પરત ફરી શક્યા નથી અને ભારે ચિંતામાં મુકાયા છે.

Gujarati Pilgrims Stuck in Mecca

Mecca: હોટલમાં બંધ છીએ, સામાન અને દવાઓ ખૂટી

વડોદરા (Vadodara) થી ઉમરાહ કરવા ગયેલા વેપારી ફારૂકભાઈ સોનીએ મક્કાથી એક વીડિયો સંદેશ મોકલીને ત્યાંની ગંભીર પરિસ્થિતિ વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, “અમે અત્યારે હોટલના રૂમમાં બંધ છીએ. યુદ્ધની સ્થિતિને કારણે એરપોર્ટ જઈ શકાય તેમ નથી. અમારી પાસે જીવનજરૂરી સામાન અને ખાસ કરીને વૃદ્ધો માટેની દવાઓ ખૂટી રહી છે. અમે બસ હવે એ જ પ્રાર્થના કરીએ છીએ કે આ યુદ્ધ જલ્દી બંધ થાય અને અમે વતન પરત ફરીએ.”

પૈસા ખૂટ્યા, આખી રાત જાગીને વિતાવી

અમદાવાદથી ગયેલા આશરે 55 જેટલા યાત્રાળુઓ એરપોર્ટ પહોંચ્યા હતા, પરંતુ ફ્લાઈટ્સ કેન્સલ થતા તેમને પરત હોટલમાં મોકલી દેવાયા છે. યાત્રાળુઓએ જણાવ્યું કે, હવે તેમની પાસે પૂરતા પૈસા પણ રહ્યા નથી. આખી રાત જાગીને વતનમાં પરત ફરવાની રાહ જોતા આ મુસાફરો હવે ભારત સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.

Gujarati Pilgrims Stuck in Mecca

એરસ્પેસ બંધ થતા 410થી વધુ ફ્લાઈટ્સ રદ

શનિવારે ઈઝરાયેલના હુમલા અને તેના જવાબમાં ઈરાને છોડેલી 400 મિસાઈલોને કારણે મિડલ ઈસ્ટનું આકાશ અત્યારે યુદ્ધ વિમાનો અને મિસાઈલોથી ભરેલું છે, જેના કારણે ગંભીર સુરક્ષા જોખમ ઊભું થયું છે. સાવચેતીના ભાગરૂપે ઈરાન અને દુબઈના એરસ્પેસ હાલમાં બંધ કરી દેવામાં આવ્યા છે, પરિણામે ઈન્ડિગો અને એર ઈન્ડિયા સહિતની મુખ્ય એરલાઈન્સે પોતાની તમામ ઉડાન ૨૮ માર્ચ સુધી સ્થગિત કરી દીધી છે. એશિયા અને યુરોપને જોડતો આ અત્યંત મહત્વપૂર્ણ એવિએશન કોરિડોર ઠપ થઈ જવાથી વિશ્વભરમાં હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે અને અટવાઈ પડ્યા છે.

પરિવારજનોમાં ફફડાટ

ગુજરાતમાં રહેલા યાત્રાળુઓના પરિવારજનો પણ ચિંતામાં છે. મધ્ય પૂર્વના દેશો જેવા કે કતાર, બહેરીન અને કુવૈતમાં પણ તણાવપૂર્ણ સ્થિતિ છે. બહેરીનની રાજધાની મનામામાં થયેલા બ્લાસ્ટના સમાચારોએ ગુજરાતીઓમાં ડરનો માહોલ પેદા કર્યો છે.


આ પણ વાંચો: ઈરાન પર હુમલો થતાં જ પાકિસ્તાનો બદલો સ્વર: ‘આ બિનજરૂરી…

આ પણ વાંચો: ઇઝરાયલે ઇરાન પર કર્યો મોટો હુમલો, તેહરાનમાં વિસ્ફોટો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા

આ પણ વાંચો: ઈરાને એકસાથે 7 દેશો પર કર્યા મિસાઈલ હુમલા, UAE અને કુવૈતે તાત્કાલિક એરસ્પેસ કર્યું બંધ