Ayatollah Ali Khamenei wife death: મધ્ય પૂર્વમાં ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે વિનાશક વળાંક પર પહોંચી ગયું છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના નિધનના આઘાતમાંથી હજુ વિશ્વ બહાર નથી આવ્યું, ત્યાં જ સમાચાર મળી રહ્યા છે કે તેમના પત્ની મન્સૌરેહ ખોજસ્તેહ બાઘરઝાદેહનું પણ નિધન થયું છે. અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેમણે હોસ્પિટલમાં દમ તોડ્યો છે.
Ayatollah Ali Khamenei પત્નીનું મોત
શનિવારે જ્યારે અમેરિકા અને ઈઝરાયેલના દળોએ ઈરાનના વ્યૂહાત્મક વિસ્તારો અને ખાસ કરીને સુપ્રીમ લીડરના કાર્યાલય પર હુમલો કર્યો હતો, ત્યારે મન્સૌરેહ ખોજસ્તેહ પણ ત્યાં હાજર હતાં. આ ભીષણ મિસાઈલ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે તેહરાનની હાઈ-ટેક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં નિષ્ણાત તબીબોની ટીમે તેમને બચાવવા માટે દિવસ-રાત અથાગ પ્રયાસો કર્યા હતા, પરંતુ શરીર પરની ઈજાઓ એટલી ઊંડી અને ગંભીર હતી કે તમામ કોશિશો અંતે નિષ્ફળ નીવડી અને સારવાર દરમિયાન જ તેમનું દુઃખદ મૃત્યુ નીપજ્યું છે.
સમગ્ર મુસ્લિમ જગતમાં ખળભળાટ
ઈરાનના સુપ્રીમ લીડર અને હવે તેમના પત્નીના મોતના સમાચારથી ઈરાન સરકાર અને તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઈરાન આ ઘટનાને પોતાની સંપ્રભુતા પરનો સૌથી મોટો પ્રહાર ગણાવી રહ્યું છે. આ સમાચાર બાદ પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ વધુ પ્રજ્વલિત થવાની ભીતિ સેવાઈ રહી છે.
તેલના ભાવમાં ભડકો
આ ઘટનાની સીધી અને ગંભીર અસર હવે વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે. રાજકીય વિશ્લેષકોનું દ્રઢપણે માનવું છે કે વર્તમાન સ્થિતિને જોતા ઈરાન હવે અમેરિકા અને ઈઝરાયેલ પર મોટો વળતો પ્રહાર કરી શકે છે. આ ઉપરાંત, મધ્ય પૂર્વમાં સતત વધી રહેલા આ તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં પણ મોટો ઉછાળો આવવાની શક્યતા સેવાઈ રહી છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બની શકે છે.
આ પણ વાંચો: ઇઝરાયલી હુમલાના ડરથી લેબનોનમાં નાસભાગ, 31 લોકોના મોત, રોડ ટ્રાફિક જામ
આ પણ વાંચો:ઈરાન–ઇઝરાયલ તણાવ વચ્ચે US F-15 ફાઇટર જેટ પટકાયું
આ પણ વાંચો: ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ અહમદીનેજાદ મૃત્યુ નથી પામ્યા; ગ્લોબલ ટાઈમ્સનો મોટો દાવો
