Spiritual Path: આધુનિક સમયમાં માણસ દરેક પ્રકારની સુખ-સુવિધાઓ હોવા છતાં અંદરથી (Mind) અશાંત અનુભવે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસના ઉપદેશો આ આંતરિક અશાંતિને દૂર કરવાનું શ્રેષ્ઠ માર્ગદર્શન આપે છે. તેમના મતે, જે રીતે કાચબો પાણીમાં રહીને પણ તેનું સંપૂર્ણ ધ્યાન કિનારા પર મૂકેલા ઈંડામાં રાખે છે, તે રીતે મનુષ્યે પણ આ સંસારમાં રહીને પોતાનું ધ્યાન પરમ તત્વ (ઈશ્વર) માં રાખવું જોઈએ. પરમહંસજીના ઉપદેશોના મુખ્ય બિંદુઓ.
ઈચ્છાઓ પર નિયંત્રણ:
માણસની ઈચ્છાઓ અનંત છે. જો આપણે માત્ર ઈચ્છાઓની પાછળ દોડતા રહીશું, તો જીવનમાં ક્યારેય સંતોષ નહીં મળે. જ્યારે મન આ ભૌતિક સુખ-સુવિધાઓથી વિમુખ થઈને ઈશ્વર તરફ વળે છે, ત્યારે જ જીવનમાં સ્થિરતા અને શાંતિ આવે છે.
ભક્તિ અને ધ્યાન મનને સ્થિર બનાવે છે. પરમહંસજી કહેતા કે મન (Mind) જ મંત્ર છે. જો તમારું મન શુદ્ધ અને ઈશ્વરભક્તિમાં લીન છે, તો તમે દુન્યવી અશાંતિ અને તણાવથી દૂર રહી શકો છો.
Mind થી સમર્પણનો ભાવ:
ઈશ્વર પ્રત્યેનું પૂર્ણ સમર્પણ જ મુક્તિનો માર્ગ છે. જ્યારે તમે માની લો છો કે જે કંઈ થઈ રહ્યું છે તે ઈશ્વરની મરજીથી છે અને તમારું સર્વસ્વ તેને અર્પણ કરો છો, ત્યારે તમારો અહંકાર ઓગળી જાય છે અને Mind સાચી શાંતિનો અનુભવ થાય છે.
શ્રી રામકૃષ્ણનું જીવન અત્યંત સરળ અને નિર્મળ હતું. તેઓ માનતા કે જ્ઞાન કરતા ભક્તિ અને હૃદયની શુદ્ધતા વધુ મહત્વની છે. સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ઈશ્વર સુધી ચોક્કસ પહોંચે છે અને મનને (Mind) નવી ઉર્જા આપે છે.
મનુષ્યના નસીબમાં જે લખાયેલું છે તે તેને મળશે જ, પણ સાચી શાંતિ તો માત્ર ઈશ્વરના શરણમાં જ મળી શકે છે. ભૌતિક જગતનો મોહ છોડીને આધ્યાત્મિક આનંદમાં ડૂબવું એ જ માનવ જીવનનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.
આ પણ વાંચો:બ્રહ્માંડના આ ખૂણે આવેલું છે સ્વર્ગ! જાણો વિદેશી વૈજ્ઞાનિકે આપેલા ‘સ્વર્ગના એડ્રેસ’ પાછળનું સત્ય
આ પણ વાંચો:મૂર્તિ વગરનું અનોખું મંદિર! જ્યાં ભગવાનના અસ્થિના દર્શન કરવા ઉમટે છે હજારો ભક્તો
આ પણ વાંચો: મૃત્યુશૈયા પર પડેલા ભીષ્મ પિતામહની આંખમાં આંસુ કેમ આવ્યા? કારણ જાણીને તમને પણ જીવન જીવવાની નવી દિશા મળશે


