Bhavnagar News/ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં સાયબર હુમલો, સર્વર હેક કરીને રૂ.7 કરોડ ટ્રાન્સફર

Cyber Fraud: ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના સર્વરમાં હેકિંગ કરી 350 ટ્રાન્ઝેકશન દ્વારા રૂ.7 કરોડ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરાયા, સ્ટેટ સાયબર સેલે તપાસ શરૂ કરી.

Top Stories Gujarat Others Breaking News
ભાવનગર બેન્કમાં મોટો Cyber Fraud,રૂ.7 કરોડ હેકરો લઈ ગયા

Bhavnagar News: ગુજરાતમાં સાયબર ફ્રોડ  (Cyber Fraud)નો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના સર્વરમાં હેકિંગ કરીને અંદાજે રૂ.7 કરોડની રકમ અન્ય બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાને લઈને સ્ટેટ સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ચાર શાખાઓમાંથી કરવામાં આવી ટ્રાન્ઝેકશન

મળતી માહિતી મુજબ હેકરોએ બેન્કની સોફ્ટવેર સિસ્ટમમાં પ્રવેશ મેળવી રવિવારના દિવસે તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિદસર શાખાના એકાઉન્ટ્સમાંથી મોટી સંખ્યામાં ટ્રાન્ઝેકશન કર્યા હતા. કુલ મળીને આશરે 350 જેટલી ટ્રાન્ઝેકશન કરીને લગભગ રૂ.7 કરોડની રકમ અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

મોબાઈલ એપ્લિકેશન દ્વારા સિસ્ટમમાં પ્રવેશ

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હેકરોએ મોબાઈલ એપ્લિકેશન મારફતે બેન્કની સિસ્ટમમાં પ્રવેશ મેળવ્યો હતો. મોબાઈલ ટ્રાન્ઝેકશનની મર્યાદા રૂ.2 લાખ હોવાથી હેકરોએ વારંવાર ટ્રાન્ઝેકશન કરીને કુલ 350થી વધુ ટ્રાન્ઝેકશન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

Cyber Fraudની તપાસમાં ચાર મોબાઈલ નંબર શંકાસ્પદ

સાયબર ફ્રોડ (Cyber Fraud)ની તપાસ દરમિયાન ડિજિટલ ટ્રેલ પરથી જાણવા મળ્યું છે કે આ ટ્રાન્ઝેકશન માટે ચાર અલગ અલગ મોબાઈલ નંબરનો ઉપયોગ થયો હતો. તપાસ એજન્સીઓ હવે આ મોબાઈલ નંબરના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

Cyber Fraudની જાણ થતા સ્ટેટ સાયબર સેલમાં ફરિયાદ

આ મામલે બેન્ક દ્વારા ગાંધીનગર સ્થિત સ્ટેટ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ખાતાધારકોને ચિંતા કરવાની જરૂર નથી

બેન્કના ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયાએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતા જ સત્તાવાળાઓને માહિતી આપવામાં આવી હતી. બેન્કની કુલ 88 શાખાઓ અને એક હેડ ઓફિસ છે અને અંદાજે સાત લાખ ખાતાધારકો જોડાયેલા છે. તેમણે ખાતાધારકોને વિશ્વાસ આપ્યો કે તેમની થાપણ સુરક્ષિત છે અને કોઈ નાણાકીય નુકસાન નહીં થાય.

હાલમાં સુરક્ષા કારણોસર કેટલાક બેંકિંગ ટ્રાન્ઝેકશન તાત્કાલિક બંધ રાખવામાં આવ્યા છે. બેન્કિંગ સેવાઓ ટૂંક સમયમાં ફરી શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


આ પણ વાંચો:આણંદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, સાયબર ફ્રોડ ગેંગના 2 આરોપી ઝડપાયા

આ પણ વાંચો:મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે સાયબર ફ્રોડ, ગુજરાત પોલીસે 6 દિવસમાં 365 ફરિયાદ નોંધી

આ પણ વાંચો:804 કરોડના સાયબર ફ્રોડમાં દેવગઢ બારિયાના રાહુલનું નામ ચર્ચામાં